For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG-Petrol-Diesel Rate: સરકારે ખુબ વસૂલ્યો ટેક્સ, કમાણીનો ખુલાસો થયો

LPG-Petrol-Diesel Rate: સરકારે ખુબ વસૂલ્યો ટેક્સ, કમાણીનો ખુલાસો થયો

|
Google Oneindia Gujarati News

દેશમાં મોંઘવારી દિવસેને દિવસે સાતમા આકાશને આંબી રહી છે. અત્યારના હાલાતમાં પેટ્રોલ ડીઝલના રેટ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. આની સાથે જ રાંધણ દેસનો ભાવ પણ ડાયનોસોર ગતિએ વધી રહ્યો છે. ગતરોજ સોમવારે પ્રાકૃતિક ગેસ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં કહ્યું કે પાછલા 7 વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવ બમણા થઈ 819 રૂપિયા થઈ ગયા છે.

એલપીજીના ભાવ 225 રૂપિયા વધ્યા

એલપીજીના ભાવ 225 રૂપિયા વધ્યા

જ્યારે બીજી તરફ પેટ્રોલ ડીઝલ પર ટેક્સ કલેક્શનમાં 459 ટકાનો વધારો થયો છે. પ્રાકૃતિક ગેસ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં કહ્યું કે માર્ચ 2014ના રોજ 14.2 કિલોના રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી. આ મહિને તે સિલિન્ડરની કિંમત 819 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે આ વર્ષે રસોઈ ગેસની કિંમતમાં અત્યાર સુધી 225 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો થયો છે.

કેટલાક વર્ષોમાં કિંમતમાં વધારો થયો

કેટલાક વર્ષોમાં કિંમતમાં વધારો થયો

એલપીજી સિલિન્ડરની કિંમત ડિસેમ્બર 2020માં 594 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. જેના ભાવ વધીને 819 રૂપિયા થઈ ગયા છે. પાછલા કેટલાક વર્ષોમાં કિંમતમાં થયેલ વધારાથી રાંધણ ગેસ અને પીડીએસ કેરોસીન ઓઈલ પર પણ સબસિડી ખતમ થઈ ગઈ છે. ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવ પાછલા કેટલાક મહિનામાં વધ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ડિસેમ્બર 2020માં તેના ભાવ 594 રૂપિયા હતા જે હવે 819 રૂપિયા થઈ ગયા છે. આવી જ રીતે ગરીબોને પીડીએસ દ્વારા વેચવામાં આવતું કેરોસીન માર્ચ 2014માં 14.96 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળતું હતું જે હવે 35.35 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

પેટ્રોલ-ડીઝલ ઓલ ટાઈમ હાઈ પર

પેટ્રોલ-ડીઝલ ઓલ ટાઈમ હાઈ પર

અત્યારના હાલાતોને જોવામાં આવે તો હાલ આખા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ પોતાના ઑલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે. દેશના તમામ રાજ્યોમાં વેટ અને ટેક્સ અલગ અલગ છે. જ્યારે વર્ષ 2013માં પેટ્રોલ ડીઝલ પર 52537 કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન થયું હતું. વર્ષ 2019-20માં 2.13 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ જમા થયો છે. આ વર્ષની શરૂઆતી 11 મહિનામાં 2.94 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ જમા થઈ ચૂક્યો છે. હાલના સમયમાં સરકાર પેટ્રોલ પર 32.90 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી લાગે છે, જ્યારે ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. વર્ષ 2018માં પેટ્રોલ પર 17.98 રૂપિયા અને ડીઝલ પર 13.83 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લાગતી હતી.

પેટ્રોલ-ડીઝલના આજના રેટ જાણો

પેટ્રોલ-ડીઝલના આજના રેટ જાણો

  • દિલ્હીમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા છે. જ્યારે 1 રૂપિયા ડીઝલ 81.47 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
  • કોલકાતામાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 91.35 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 84.35 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 97.57 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.60 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 93.11 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 86.45 રૂપિયા પ્રતિ લીટર છે.

HDFC Home Loan: એસબીઆઈ બાદ એચડીએફસીએ લોન પરનો ઈન્ટરેસ્ટ રેટ ઘટાડ્યોHDFC Home Loan: એસબીઆઈ બાદ એચડીએફસીએ લોન પરનો ઈન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો

English summary
LPG-Petrol-Diesel Rate: Government levied high taxes, earnings revealed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X