LPG price hike: હોળી પહેલા ઝટકો, મોંઘુ થયુ એલપીજી ગેસ સિલિન્ડર, અહીં જાણો કેટલા થયા ભાવ
માર્ચ મહિનાના પહેલા જ દિવસે ઘરેલુ અને કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
LPG price hike: હોળી પહેલા જ સામાન્ય જનતા પર મોંઘવારીનો જોરદાર ઝટકો પડ્યો છે. માર્ચ મહિનામાં ઘરેલુ અને કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. 8 મહિના પછી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વળી, કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 350 રુપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્લીમાં 19 કિલોગ્રામના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્લીમાં 2119.50 રુપિયા થઈ ગયા છે. નવા ભાવ 1 માર્ચથી લાગુ થઈ ગયા છે.

દિલ્લીમાં ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1103 રુપિયા થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડના ભાવમાં 50 રુપિયા જ્યારે 19 કિલોગ્રામવાળા કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ સિલિન્ડરની નવી કિંમત દિલ્લીમાં 1103 રૂપિયા, મુંબઈમાં 1102.5 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.5 રૂપિયા થઈ ગઈ છે. વળી, કોમર્શિયલ સિલિન્ડર હવે દિલ્લીમાં 2119.5 રૂપિયા, મુંબઈમાં 2071.5 રૂપિયા, કોલકાતામાં 2221.5 રૂપિયા અને ચેન્નાઈમાં 2268 રૂપિયામાં મળશે.
ઉલ્લેખનીય છે કે એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મહિનાના પહેલા દિવસે કંપનીઓ સમીક્ષા કરે છે અને એલપીજી સિલિન્ડરની કિંમત પર નિર્ણય કરે છે. એટલે કે મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટે અથવા વધે છે.












Click it and Unblock the Notifications
