LPG Price : LPG ગેસ સિલીન્ડરમાં 115 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ

LPG Price : નવેમ્બરના પહેલો દિવસ લોકો માટે ખુશી લઇને આવ્યો છે. આજે કમર્શિયલ એલપીજી સિલિન્ડર 115 રૂયિયા સસ્તુ થયો છે. જે બાદ દિલ્હીમાં હવે ઇન્ડિયનના 19 કિલોના સિલિન્ડરની કિંમત 1744 રૂપિયા થઇ ગયા છે, જેની કિંમત પહેલા 1859.

LPG Price : નવેમ્બરના પહેલો દિવસ લોકો માટે ખુશી લઇને આવ્યો છે. આજે કમર્શિયલ એલપીજી સિલિન્ડર 115 રૂયિયા સસ્તુ થયો છે. જે બાદ દિલ્હીમાં હવે ઇન્ડિયનના 19 કિલોના સિલિન્ડરની કિંમત 1744 રૂપિયા થઇ ગયા છે, જેની કિંમત પહેલા 1859.5 હતી.

આ સાથે કલકત્તામાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1846 રૂપિયા થઇ છે, જેની કિંમત 1995.50 રૂપિયા હતી. જ્યારે મુંબઇમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1696 અને ચેન્નાઇમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1893 રૂપિયા થઇ છે. જે પહેલા ક્રમશઃ 1844 અને 2009.50 રૂપિયા હતી.

ઘરેલુ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા

ઘરેલુ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા

આજે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે, જ્યારે ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેગત 6 જુલાઈ બાદ પણ યથાવત છે. દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે, એલપીજીના ભાવ દરમહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. આ સતત છઠ્ઠી વખત છે, જ્યારે કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડોકરવામાં આવ્યો છે. 1 ઓકટોબરના રોજ પણ 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 37.50 રૂપિયા સસ્તું થયું હતું, પરંતુ આ વખતે વધુ ઘટાડો થયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

LPGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ચાર મહાનગરોસહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાંસતત વધઘટ યથાવત છે. તેમ છતાં ખનીજ તેલની કિંમતોમાં કોઈ ફરક પડ્યો નથી, પરંતુ આ દરમિયાન ઓઈલ કંપનીઓને રૂપિયા 22 હજાર કરોડની વન ટાઈમ ગ્રાન્ટ મંજૂર કરતી વખતે સરકારે જણાવ્યું છે કે, હવે દર 15 દિવસ બાદ સરકારે ક્રૂડ ઓઈલ, ડીઝલ-પેટ્રોલ પર ભરેલા ટેક્સની સમીક્ષા કરશે.

આ છે ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવ

આ છે ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવ

  • દિલ્હી - 96.72 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ - 106.31 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા - 106.03 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ - 102.74 રૂપિયા પ્રતિ લીટર
આ છે ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ

આ છે ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ

  • દિલ્હી - 86.62 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ - 94.27 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા - 92.76 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ - 94.33 રૂપિયા પ્રતિ લીટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X