For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારીની માર, મેગી-કૉફીના ભાવમાં વધારો, HUL-નેસ્લેએ બધા ઉત્પાદનોના ભાવ વધાર્યા

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને નેસ્લેએ તેમના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને નેસ્લેએ તેમના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જે બાદ આ બંને કંપનીઓની ચા, કોફી, નૂડલ્સ વગેરે મોંઘા થઈ જશે. આ કિંમતોમાં વધારો 14 માર્ચથી અમલમાં આવ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ બ્રુ કોફીના ભાવમાં 3-7 ટકાનો વધારો થયો છે. જ્યારે બ્રુ ગોલ્ડ કોફીના ભાવમાં 3-4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે બ્રુ ઇન્સ્ટન્ટ કોફીમાં 3-6.66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે તાજમહેલ ચાની કિંમતમાં 3.7 થી 5.8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

મેગીના દરેક પેકેટના ભાવ વધ્યા

મેગીના દરેક પેકેટના ભાવ વધ્યા

બ્રુક બોન્ડે પણ તેની કિંમતમાં 1.5-14 ટકાનો વધારો કર્યો છે. નવી જાહેરાત બાદ HULએ કહ્યુ છે કે વધતા જતા ફુગાવાના કારણે તેણે તેના ઉત્પાદનોની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. આ સાથે નેસ્લે ઈન્ડિયાએ પણ તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જે બાદ મેગીની કિંમતમાં 9-16 ટકાનો વધારો થશે. દૂધ પાવડર અને કોફી પાવડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવી જાહેરાત બાદ 70 ગ્રામ મેગી મસાલા નૂડલ્સની કિંમત 12 રૂપિયાથી વધીને 14 રૂપિયા થઈ ગઈ છે. વળી, 140 ગ્રામ મેગીની કિંમતમાં 3 રૂપિયા અથવા 12.4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય 560 ગ્રામ મેગીની કિંમતમાં 9.4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે તમારે 96 રૂપિયાની મેગી માટે 105 રૂપિયા ચૂકવવા પડશે.

નેસ્લેની કૉફી થઈ મોઁઘી

નેસ્લેની કૉફી થઈ મોઁઘી

નેસ્લેના એક લિટર દૂધના કાર્ટનની કિંમતમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે તમારે એક લિટર માટે વધારાના 3 રૂપિયા ચૂકવવા પડશે. વળી, નેસકાફે ક્લાસિક કોફી પાવડરની કિંમતમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 25 ગ્રામના ક્લાસિક પેકની કિંમતમાં 2.5 ટકાનો વધારો થયો છે. જેના પછી તમારે તેના માટે 78ની જગ્યાએ 80 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ નેસકાફેના 50 ગ્રામ માટે તમારે 145ના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે.

ખાદ્ય તેલોમાં ભાવ વધારો

ખાદ્ય તેલોમાં ભાવ વધારો

ભારતીય ગ્રાહકો માટે ફુગાવાની આ અસર સર્વાંગી છે. લોકો પહેલેથી જ મોંઘા ખાદ્યતેલોની માર સામે ઝઝૂમી રહ્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધ ચાલી રહ્યુ છે તે પછી ખાદ્યતેલ અને અન્ય ખાદ્યપદાર્થોની કિંમતો વધી રહી છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની વાત કરીએ તો તે છેલ્લા સાત મહિનાના સર્વોચ્ચ સ્તરે છે અને જાન્યુઆરી 2022માં તે 6.01 ટકા પર પહોંચી ગયો છે. જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કમ્ફર્ટ ઝોન 6થી થોડો વધુ છે.

કાચો માલ થયો મોંઘો

કાચો માલ થયો મોંઘો

મોંઘવારી દરમાં વધારાને કારણે MFCG કંપનીઓને કાચા માલ માટે વધુ ચૂકવણી કરવી પડે છે. જેના કારણે ઉત્પાદનોની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રભુદાસ લીલાધરના સંસ્થાકીય ઈક્વિટીઝના ડિરેક્ટર અમનીશ અગ્રવાલે જણાવ્યુ હતુ કે પામ ઓઈલ, કોફી, દૂધ, પેકેજિંગ વગેરેમાં માર્જિન ઘટ્યુ છે. આ બધી વસ્તુઓની કિંમતમાં વધારાને કારણે ઉત્પાદનોની કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો કારણ કે માર્જિન બચાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.

English summary
Maggi and Coffee price hike announces by HUL and Nestle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X