For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવ પર મહેરબાન થઈ ફડણવીસ સરકાર, 50 ટકા ઓછી કિંમતે જમીન આપી

બાબા રામદેવ પર મહેરબાન થઈ ફડણવીસ સરકાર, 50 ટકા ઓછી કિંમતે જમીન આપી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે યોગગુરુ રામદેવની આયુર્વેદિક કંપની પતંજલિને 400 કરોડની જમીન આપી છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારે યોગ ગુરુ બાબા મદેવની કંપની પતંજલિને લાતૂર જિલ્લામાં આ જમીન આપી છે, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે મહારાષ્ટ્ર સરકારે પતંજલિને આ જમીન 50 ટકા ઓછી કિંમતે જ આપી દીધી. ન માત્ર રેટમાં 50 ટકાની છૂટ આપી સાથોસાથ અન્ય કેટલાય પ્રકારના ઑફર પણ આપવામાં આવ્યા છે. પતંજલિને આ જમીન સોયાબીન પ્રોસેસિંગ યૂનિટ બનાવવા માટે આપવામાં આવી છે.

baba ramdev

જણાવી દઈએ કે અગાઉ મહારાષ્ટ્ર સરકારે પતંજલિને નાગપુરમાં 230 એકર જમીન આપી હતી. આ જમીન પતંજલિને ફૂડ એન્ડ હર્બલ પાર્ક બનાવવા માટે આપવામાં આવી, પરંતુ હેરાનીની વાત તો એ છે કે ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતા આ જમીન પર કોઈ મેન્યુફેક્ચરિંગ યૂનિટનું નિર્માણ થયું નથી. આવું થવા છતાં સરકારે ફરી એકવાર પતંજલિને જમીનની લ્હાણી કરી છે અને એ પણ અડધી કિંમતે.

લાતૂરમાં પતંજલિને આપવામાં આવનાર આ જમીનને વર્ષ 2013માં સરકારે ભારત હેવી ઈલેક્ટ્રિક લિમિટેડ માટે ખેડૂતોએ ખરીદી હતી. આ ખરીદી દરમિાન ખેડૂતોને ભરોસો અપાવ્યો હતો કે કંપની સેટઅપ બાદ તેમને નોકરીનો ભરોસો આપવામાં આવ્યો, પરંતુ હવે સરકારે આ જમીનને પતંજલિના હાથે વેચી દીધી છે.

મોડી રાત્રે દેખાયું આખરી ચંદ્ર ગ્રહણ, 149 વર્ષ બાદ બન્યો આ દુર્લભ સંયોગમોડી રાત્રે દેખાયું આખરી ચંદ્ર ગ્રહણ, 149 વર્ષ બાદ બન્યો આ દુર્લભ સંયોગ

English summary
maharashtra government sold land to patanjali in 50 low rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X