For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના આકાશ, ના ઈશા, રિલાયન્સના 97885 કરોડની ડીલમાં આ મોદીનો હાથ

ના આકાશ, ના ઈશા, રિલાયન્સના 97885 કરોડની ડીલમાં આ મોદીનો હાથ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને કારણે દેશમા ચાલી રહેલા લૉકડાઉન વચ્ચે દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ જિયો પ્લેટફોર્મ માટે 97886.65 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ 7 અઠવાડિયામાં જ જયો પ્લોફોર્મની 21 ટકા ભાગીદારી વેચીને 97885.65 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ ડીલની શરૂઆત સોશિયલ મીડિયાની અગ્રણી કંપની ફેસબુક સાથે શરૂ થઈ અને તે બાદ એક પછી એક 8 કંપનીઓએ જિયોમાં રોકાણ કર્યું.

8 કંપનીઓએ રોકાણ કર્યું

8 કંપનીઓએ રોકાણ કર્યું

આ રોકાણ બાદ જિયો પ્લેટફોર્મ સૌથી તકાતવર કંપની બનીને ઉભરી આવી છે. 7 અઠવાડિયામાં દુનિયાની 8 મોટી કંપનીઓએ રિલાયન્સ જિયોમાં રકાણ કર્યું. આ ડીલ્સ બાદ એક નામની ચર્ચા જોર શોરથી થવા લાગી. આ નામ આકાશ અંબાણીનું નહોતું, આ નામ ઈશા અંબાણીનું પણ નહોતું બલકે રિલાયન્સના આ 97885.65 કરોડની મેગા ડીલ પાછળ એક બહુ સાધારણ શખ્સનું નામ સામેલ છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના બહુ નજીકના મનોજ મોદીનું.

મુકેશ અંબાણીના રાઇટ હેન્ડ છે મોદી

મુકેશ અંબાણીના રાઇટ હેન્ડ છે મોદી

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના બહુ ખાસ મનોજ મોદી ફેસબુક સહિત જિયોની આ મેગા ડીલ્સના મેન હીરો છે. મનોજ મોદીએ ફેસબુકને તો જિયોમાં 43574 કરોડનું રોકાણ કરાવવા મનાવ્યું જ સાથે સિલ્વર લેક, વિસ્ટા, અટલાંટિક, આબૂધાબીની મુબાડલા અને આબૂધાબી ઈનવેસ્ટમેન્ટ ઑથોરિટી જેવી મોટી ડીલમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. મનોજ મોદી મુકેશ અંબાણીનો જમણો હાથ કહેવાય છે. કંપનીમાં તેમનો મોટો દબદબો છે. મુકેશ અંબાણીની કોર ટીમમાં મનોજ મોદીનું મહત્વનું સ્થાન છે. આ ડીલ્સથી પહેલા તેમણે હજીરામાં રિલાયન્સની પેટ્રોકેમિકલ પરિયોજનાની સાથોસાથ જામનગરમાં રિલાયન્સ રિફાઈનરી પરિયોજનાને અંજામ સુધી પહોંચાડી હતી.

લૉ પ્રોપાઇલ પરંતુ કંપનીમાં દબદબો

લૉ પ્રોપાઇલ પરંતુ કંપનીમાં દબદબો

મનોજ મોદી લો પ્રોફાઇલ રહેતા શખ્સ છે. તેઓ મીડિયા અને ચર્ચાઓથી દૂર રહે છે, પરંતુ કંપનીમાં તેમનો દબદબો છે. મોદી રાલાયન્સ રિટેલના સીઈઓ પણ છે. કંપનીમાં તેમની ઓળખ મોટ ડીલ ક્રેકર તરીકે થાય છે. તેમના વિશે કહેવામાં આવે છે કે જે રોકાણ સાથે મનોજ મોદીએ મીટિંગ માટે હામી ભરી દીધી તે ડીલ પાઈનલ જ થઈ જાય છે. ચર્ચાઓ અને મીડિયાની હેડલાઇનથી દૂર રહેતા મનોજ મુકેશ અંબાણીની નજીકના છે.

મુકેશ અંબાણીના ક્લાસમેટ

મુકેશ અંબાણીના ક્લાસમેટ

મનોજ મોદી મૂળરૂપે ગુજરાતના રહેવાસી છે. મોદી અને મુકેશ અંબાણી ક્લાસમેટ અને સારા મિત્ર છે. બંનેની મુલાકાત કોલેજમાં થઈ, જે બાદ બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. રિલાયન્સ સાથે તેઓ 1980થી જ જોડાયેલા છે. વર્ષ 2007માં મનોજ મોદી રિલાયન્સના રિટેલ સેક્શનના સીઈઓ બની ગયા. જે બાદ તેમણે જામનગરમાં રિલાયન્સ રિફાઈનરીમાં કામ દરમિયાન જબરદસ્ત ડીલિંગ કરી, આ ડીલ બાદથી તેઓ મુકેશ અંબાણીના જમણા હાથ બની ગયા. લો પ્રોફાઇલ રહેતા મનોજ મદી પોતાની અગ્રેસિવ લેંગ્વેજ માટે પણ જાણીતા છે. આજે તેઓ અંબાણી પરિવારના બહુ નજીકના અને વિશ્વસનીય છે. રિલાયન્સના હરેક મટા પ્રોજેક્ટમાં તેમનો મોટો રોલ હોય છે.

બિહાર ચુંટણી: કોરોનાને કહેર વચ્ચે નીતિશ કુમારે જાહેર કર્યું પોતાનું સૌથી મોટું ચૂંટણી વચનબિહાર ચુંટણી: કોરોનાને કહેર વચ્ચે નીતિશ કુમારે જાહેર કર્યું પોતાનું સૌથી મોટું ચૂંટણી વચન

English summary
Manoj Modi, the man behind Reliance Industries Rs 97885 billion investment deals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X