Rules change : 1 માર્ચથી બદલાશે આ મહત્વના નિયમો, જાણો તમારા પર કેવી અસર પડશે?
Rules change : માર્ચ 2025 નજીક આવી રહ્યો છે અને 1 માર્ચથી કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જે તમારું બજેટ પ્રભાવિત કરી શકે છે.
એફડીના વ્યાજ દરોમાં ફેરફારથી લઈને ગેસ સિલિન્ડર અને અન્ય ઈંધણના ભાવમાં સંભાવિત વધારો-ઘટાડો જોવા મળશે.

બેંક FDના નિયમોમાં બદલાવ
માર્ચ 2025 થી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે. બેંક તેમના નાણાકીય તંત્ર અને તરલતાને ધ્યાનમાં રાખીને વ્યાજ દરોમાં સુગમતા લાવી શકે છે. ખાસ કરીને 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે FD કરનારા ગ્રાહકોને નવા દરોની સીધી અસર થઈ શકે છે.
LPG સિલિન્ડર ના ભાવમાં ફેરફાર
દર મહિનાની જેમ ઓઈલ કંપનીઓ 1 માર્ચ 2025 ના રોજ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરશે. સુધારેલા ભાવ સવારે 6 વાગ્યે લાગુ થશે, જેથી ઘરગથ્થું બજેટ ઉપર તેની સીધી અસર થઈ શકે છે.
ATF અને CNG-PNG ના નવા ભાવ
ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNG ના દરોની સમીક્ષા કરે છે. 1 માર્ચ 2025 થી આ ઈંધણોના ભાવમાં પણ બદલાવ થવાની સંભાવના છે, જે હવાઈ મુસાફરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ભાડાને પ્રભાવિત કરી શકે છે.
આ બદલાવોને ધ્યાનમાં રાખીને તમે તમારા નાણાંકીય આયોજનમાં જરૂરી ફેરફાર કરી શકો. નાણાકીય નુકસાનથી બચવા અને વધુ ફાયદા મેળવવા માટે અપડેટ રહો.












Click it and Unblock the Notifications
