Market cap : રોકાણ પહેલા જાણી લો દેશની ટોપ 10 કંપની, કરાવી શકે છે મોટી કમાણી
ગયા અઠવાડીએ સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1 ટકાનો વધારો નોંધાયો છે. આનાથી સેન્સેક્સ અને દેશની ટોચની 10 કંપનીઓમાંથી 5 કંપનીઓના માર્કેટ કેપમાં આશરે 1,99,111.06 કરોડનો વધારો થયો છે.
ગયા સપ્તાહે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 542.3 પોઈન્ટ અથવા 0.75 ટકાનો વધારો થયો. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટીએ એક ટકાથી વધુના વધારા સાથે તેમની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યા હતા.

ગયા સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 90,220.4 કરોડ વધીને 18,53,865.17 કરોડ થયું છે. આ જ સમયગાળા દરમિયાન TCSનું માર્કેટ કેપ 52,672.04 કરોડ વધીને 14,20,333.97 કરોડ થયું છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપ 32,913.04 કરોડ વધીને 6,69,135.15 કરોડ થયું છે.
આ સિવાય ભારતી એરટેલનું માર્કેટ કેપ 16,452.93 કરોડ વધીને 6,05,299.02 કરોડ થયું છે. ICICI બેન્કનું માર્કેટ કેપ 6,852.65 કરોડ વધીને 7,04,210.07 કરોડ થયું છે.
આનાથી વિપરીત HDFC બેન્કનું માર્કેટ કેપ 32,609.73 કરોડ ઘટીને 12,44,825.83 કરોડ થયું. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ 17,633.68 કરોડ ઘટીને 5,98,029.72 કરોડ થયું.
LICનું માર્કેટ કેપ 9,519.13 કરોડ ઘટીને 5,24,563.68 કરોડ થયું છે. આ સિવાય ITCનું માર્કેટ કેપ 9,107.19 કરોડના નુકસાન સાથે 5,82,111.90 કરોડ રહ્યું.
આ જ સમયગાળા દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ 7,228.94 કરોડ ઘટીને 5,65,597.28 કરોડ રહ્યું.












Click it and Unblock the Notifications
