મારૂતિએ માનેસર ગુરગાંવ પ્લાન્ટ વર્કર્સના પગારમાં વધારો કર્યો

ત્રણ વર્ષનો કરાર આ વર્ષના એપ્રિલ મહિનાથી અમલી બનાવવામાં આવ્યો છે. વર્કર્સને તેમનો 80 ટકા વધારો પ્રથમ વર્ષમાં મળી જશે. જ્યારે બાકીનો વધારો પછીના બે વર્ષમાં મળશે.
આ અંગે મારૂતિ ઉદ્યોગ કામદાર યુનિયનના મહામંત્રી કુલદીપ જંઘુએ જણાવ્યું કે 'અમે અમારા પગાર બાબતે મેનેજમેન્ટ સાથે કરાર કર્યો છે. કરારને પગલે પ્લાન્ટના કર્મચારીઓના માસિક પગારમાં સરેરાશ રૂપિયા 18,000નો વધારો થશે. આના પગલે જુનિયર વર્કરને પણ પગારમાં રૂપિયા 15,000નો વધારો મળશે. આ સૂચવે છે કે વર્કર્સ અને મેનેજમેન્ટ વચ્ચેના કોઇ પણ મુદ્દા વાટાધાટો થઇ ઉકેલી શકાય છે.'
મારૂતિ સુઝુકી ઇન્ડિયાના ચીફ ઓપરિટિંગ ઓફિસર (એડમિનિસ્ટ્રેશન) એસ વાય સિદ્દીકીએ જણાવ્યું કે 'ચાર મહિના અને 40 મીટિંગ બાદ અમે માનેસર અને ગુરગાંવના કર્મચારીઓને પગારમાં વધારો આપીને આનંદ અનુભવી રહ્યા છીએ.'












Click it and Unblock the Notifications
