For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Micro SIP: રોજ 3 રૂપિયાનું રોકાણ કરવાથી બનાવી શકશો લાખો રૂપિયા

Micro SIP: રોજ 3 રૂપિયાનું રોકાણ કરવાથી બનાવી શકશો લાખો રૂપિયા

|
Google Oneindia Gujarati News

જો તમારી પાસે મ્યૂચ્યુઅલ ફંડની થોડીઘણી જાણકારી હોય તો તમે એસઆઈપી વિશે જરૂર સાંભળ્યું હશે. મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ માટે સૌથી બેસ્ટ ઓપ્શન એસઆઈપી છે. પરંતુ શું તમે માઈક્રો એસઆઈપી વિશે જાણો છો? માઈક્રો એટલે કે બહુ નાનો. આવા પ્રકારે માઈક્રો એસઆઈપીનો મતલબ બહુ ઓછી રાશિની એસઆઈપી. માઈક્રો એસઆઈપી મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની નવી રીત છે. જેમાં રોકાણકાર હર મહિને થોડી રાશિ રોકાણ કરે છે. પરંતુ લાંબા સમય બાદ આ નાની રાશિથી લાખો રૂપિયાનું ફંડ તૈયાર કરી શકે છે.

રોજના 3 રૂપિયા બનશે લાખો રૂપિયા

રોજના 3 રૂપિયા બનશે લાખો રૂપિયા

જો તમે દર મહિને 100 રૂપિયા (રોજ 3 રૂપિયા) કોઈ એસઆઈપીમાં રોકાણ કરો છો તો વર્ષમાં કુલ 1200 રૂપિયા જમા થશે. 20 વર્ષ બાદ હર મહિને 100 રૂપિયાની રકમ થઈ જશે 24000 રૂપિયા. જો માનવામાં આવે કે તમને વાર્ષિક 12 ટકાનું રિટર્ન મળશે તો 20 વર્ષ બાદ તમારા 24000 રૂપિયા અસલમાં 99000 રૂપિયા થઈ જશે. આગળ જાણો 30 વર્ષમાં કેટલું ફંડ તૈયાર થશે.

30 વર્ષ બાદ કેટલા પૈસા મળશે

30 વર્ષ બાદ કેટલા પૈસા મળશે

જો તમે અત્યારથી જ કમાવવું શરૂ કર્યું છે અને હર મહિને 100 રૂપિયાનું રોકાણ કરો છો તો આવી રીતે સતત 30 વર્ષ સુધી રોકાણ કરતા રહો. 30 વર્ષ બાદ તમારી રોકાણની રાશિ 36000 રૂપિયા થઈ જશે. 12 ટકા અનુમાનિત રિટર્નના હિસાબે તમને 3.5 લાખ રૂપિયા મળશે. 50 વર્ષમાં આ રકમ 39 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. બીજી તરફ જો તમે 100 રૂપિયાને બદલે 200 રૂપિયાનું રોકાણ કરો છો તો તેનાથી પણ વધુ રકમ તૈયાર કરી શકાય છે.

બાળકોનું ફ્યૂચર સેફ

બાળકોનું ફ્યૂચર સેફ

જો તમે તમારા બાળકોની પૉકેટ મનીમાંથી હર મહિને 100 રૂપિયા કાપી એસઆઈપી દ્વારા મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારી દીકરી/દીકરો વડો થાય ત્યાં સુધી લખપતિ બની જશે. 2-3 લાખ રૂપિયાની રકમ તમારા માટે જરૂર ઓછી હશે પરંતુ આ પૈસા તમારા બાળકોના શિક્ષણમાં કામ આવી શકે છે. જે લોકો વધુ રકમનું રોકાણ ના કરી શકે તેવા લોકો માટે આ રસ્તો વધુ સારો છે.

હર મહિને 1000 રૂપિયાથી બનશે 20 લાખ રૂપિયા

હર મહિને 1000 રૂપિયાથી બનશે 20 લાખ રૂપિયા

મ્યૂચ્યુઅલ ફંડ એક એવી જગ્યા છે જ્યાં તમે જેટલા લાંબા સમય સુધી જેટલું વધુ રોકાણ કરશો તેટલા જ તમને વધુ પૈસા મળશે. જો તમે 1000 રૂપિયા 20 વર્ષ સુધી સતત કોઈ સારી મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી પર 20 લાખ રૂપિયા મળશે. 30 વર્ષ બાદ આ રાશિ 50 લાખ રૂપિયા પર પહોંચી જશે. જો તમે રોકાણ કરવાનું અત્યારથી જ શરૂ નથી કર્યું તો ફટાફટ શરૂઆત કરો.

ઈક્વિટી સ્કીમમાં તેજીથી રૂપિયા વધે છે

ઈક્વિટી સ્કીમમાં તેજીથી રૂપિયા વધે છે

મ્યૂચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી તમે શેરમાં રોકાણ કરો છો. શેરમાં તેજીનો ફાયદો મ્યુચ્યૂઅલ ફંડને મળે છે અને આ તમને રિટર્ન મળે છે. જો કે આવું ઈક્વિટી સ્કીમોમાં થાય છે. ડેબ્ટ સ્કીમમાં તમારા પૈસા બોન્ડ અથવા સરકારી પ્રતિભૂતિઓમાં રોકાણ થાય છે. જો તમે અમુક ટિપ્સ ફોલો કરો તો ચોક્કસ કરોડપતિ બની શકો છો.

ક્રિપ્ટોકરન્સી વિશે સરકાર અને RBI કરી રહ્યા છે વિચાર, જલ્દી લેવામાં આવશે નિર્ણયઃ નિર્મલા સીતારમણક્રિપ્ટોકરન્સી વિશે સરકાર અને RBI કરી રહ્યા છે વિચાર, જલ્દી લેવામાં આવશે નિર્ણયઃ નિર્મલા સીતારમણ

English summary
Micro SIP: You can make millions of rupees by investing 3 rupees a day. રોજ 3 રૂપિયાનું રોકાણ કરવાથી બનાવી શકશો લાખો રૂપિયા
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X