વિકાસ માટે ખનીજોનું ઉત્ખનન જરૂરી : ચિદમ્બરમ

પોતાના ગૃહ જિલ્લાની નજીક મલમપટ્ટી આંધ્ર બેંકની એક શાખાના ઉદઘાટન કર્યા બાદ ચિદમ્બરમે જણાવ્યું કે "કેટલાક લોકો ઇચ્છતા ન હતા કે ખનીજ ભંડારોનું ખનન કરવામાં આવે. તેમનો વિચાર છે કે ભંડારોને જેમના તેમ રહેવા દેવા જોઇએ. જો તેમ કરીશું તો તેનાથી દેશના વિકાસમાં કોઇ મદદ નહીં મળે."
તેમણે જણાવ્યું કે ચીને ઝેડપી વિકાસ એટલા માટે પ્રાપ્ત કર્યો છે કે તેમના વિચારધારા અને દ્રષ્ટિકોણ વિકાસ પ્રત્યે અનુકૂળ છે. પરંતુ ભારતમાં વિકાસને માટે અનેક પ્રકારની ટીકા કરવામાં આવે છે. તેઓ ઇચ્છે છે કે કોલસા ભંડારો જેમના તેમ રહે. વીજળી ઉત્પાદન માટે કોલસો જરૂરી છે. અને ઔદ્યોગિક વિકાસ માટે વીજળી જરૂરી છે.
તેમણે જણાવ્યું કે જમશેદપુરની લોખંડની ખાણોમાં ઉત્ખનન કર્યા વગર ત્યાંનો આટલો વિકાસ શક્ય ન હતો. ચિદમ્બરમે એમ પણ જણાવ્યું કે તેઓ વર્ષ 2009માં શિવગંગાથી ચૂંટાયા છે. આ મારો 74મો પ્રવાસ છે. હું મારા ચૂંટણી મતવિસ્તારની 100 વાર મુલાકાત લઇને તેમાં શતક પૂરું કરવા માંગું છું.












Click it and Unblock the Notifications
