For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં ખુલશે નવી નેશનલ બેંક, મોદી કેબિનેટે DFIની રચના પર મોહર લગાવી

દેશમાં ખુલશે નવી નેશનલ બેંક, મોદી કેબિનેટે DFIની રચના પર મોહર લગાવી

|
Google Oneindia Gujarati News

જનરલ બજેટ દરમ્યાન નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટાં ફંડિંગ માટે દેશમાં નવી નેશનલ બેંકની ઘોષણા કરી છે, જેના પર આજે મોદી કેબિનેટે મોહર લગાવી દીધી છે. બજેટ દરમ્યાન થયેલ એલાન બાદ હવે મોદી કેબિનેટે તેને લીલી ઝંડી દેખાડી દીધી છે. આના માટે સરકાર નવી બેંક ડેવલપમેન્ટ ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશનને શરૂઆતી ફંડ ઉપલબ્ધ કરાવશે.

nirmala sitharaman

નાણામંત્રીએ આની જાણકારી આપતાં પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે મોદી કેબિનેટે નવા બેંક ડેવલપમેન્ટ ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશનની રચનાને મંજૂરી આપી દીધી છે. આ રાષ્ટ્રીય બેંક ઈનવેસ્ટમેન્ટ બેંકના રૂપમાં કામ કરશે. આ બેંકની રચના બા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડ આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે અમે બજેટમાં આ વાતની જાણકારી આપી હતી કે ફંડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ એક્ટિવિટી માટે એક રાષ્ટ્રીય બેંકની સ્થાપના કરાશે, જેને આજે મોદી કેબિનેટથી મંજૂરી મળી ગઈ છે.

આ ડીએફઆઈની મદદથી લૉન્ગ ટર્મ ફંડમાં મદદ મળશે. નાણામંત્રીએ કહ્યું કે આ ડીએફઆઈની મદદથી દેશમાં ચાલુ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડ ઉપલબ્ધ કરાવાશે. સરકારે આને ઝીરોથી શરૂ કર્યું છે. આના માટે એક બોર્ડની રચના કરવામાં આવશે, જે તેની સાથે જોડાયેલા ફેસલા લેશે. એફડીઆઈને સરકાર તરફથી 2000 કરોડની શરૂઆતી ફંડ આપવામાં આવશે, જેથી કારોબાર શરૂ કરી શકાય. જેમાં બૉન્ડ ચાલુ કરી રોકાણ કરાશે. સરકારે આગલા કેટલાક વર્ષોમાં ડીએફઆઈમાં 3 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્ય રાખ્યો છે.

English summary
modi cabinet cleared the setting up of development finance institution. દેશમાં ખુલશે નવી નેશનલ બેંક, મોદી કેબિનેટે DFIની રચના પર મોહર લગાવી
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X