ડુંગળી, ખાંડ અને ઘઉંની વધતી કિંમતો અટકાવવા માટે મોદી સરકારે લીધા આ 3 મોટા નિર્ણયો

Onion Prices: પ્રતિકૂળ હવામાને ડુંગળીના ઉત્પાદનને સંપૂર્ણપણે હચમચાવી દીધું છે. જેના કારણે સામાન્ય માણસની થાળીમાંથી ડુંગળી ગાયબ થતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, સરકારે ખાદ્ય ચીજોની કિંમતોને નિયંત્રિત કરવા અને સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતાને પ્રોત્સાહન આપવા માટે મોટા નિર્ણયો લીધા છે.

જે અંતર્ગત સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે નવા વર્ષ એટલે કે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કોઈપણ પ્રકારની ડુંગળીનો પુરવઠો દેશની બહાર નહીં જાય. સ્થાનિક બજારોમાં પુરવઠામાં કોઈ અછત ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

onion prices

આ નિર્ણયની મદદથી વધતી કિંમતો નીચે આવશે. અગાઉ, કેન્દ્રએ ડુંગળીની નિકાસને અંકુશમાં લેવા માટે લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પ્રતિ ટન $800 નક્કી કરી હતી અને સ્થાનિક બજારમાં મીઠાશની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ખાંડની નિકાસ પર ગંભીર નિયંત્રણો પણ લાદ્યા હતા.

આ સાથે, ખાંડની મિલો અને ડિસ્ટિલરીઓને 2023-24 માટે ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસ અથવા સીરપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેન્દ્ર ભારતીય ફૂડ કોર્પોરેશનને વર્તમાન 3 લાખ ટનની સામે દર અઠવાડિયે 4 લાખ ટન ઘઉં વેચવાની મંજૂરી આપે તેવી પણ અપેક્ષા છે. સરકારે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI)ને ઘઉંના મોટા જથ્થાને છોડવા માટે નિર્દેશ આપ્યો છે જેથી છૂટક કિંમતોને નિયંત્રિત કરી શકાય.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે નિકાસની 3 શરતોમાં છૂટછાટ આપી છે. પ્રથમ, જે કન્સાઈનમેન્ટ રોકના આદેશ પહેલા જ નિકાસ માટે લોડ થઈ ચૂક્યા હોય. બીજું, જે કન્સાઈનમેન્ટના પેપરનુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યુ હોય અથવા કસ્ટમને આપવામાં આવી ચૂક્યુ હોય. ત્રીજું, જેમના કાગળો ચકાસણી માટે રાખવામાં આવ્યા હોય એટલે કે કોઈપણ નવા કન્સાઈનમેન્ટને નિકાસ માટે કોઈ છૂટ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X