For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના 2 લાખ કરોડના પેકેજથી PIL દ્વારા 10 સેક્ટરને સીધો લાભ થશે

મોદી સરકારના 2 લાખ કરોડના પેકેજથી PIL દ્વારા 10 સેક્ટરને સીધો લાભ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટના કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. લૉકડાઉનને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે. એવામાં મોદી સરકારે ફરી એકવાર અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે રાહત પેકેજની ઘોષણા કરી છે. મોદી સરકારે ઉદ્યોગ જગત માટે 2 લાખ કરોડના નવા પેકેજની ઘોષણા કરી છે. આ રાહત પેકેજનો લાભ 10 સેક્ટરને મળશે. સરકારે ઉત્પાદન આધારિત પ્રોત્સાહનનો લાભ 10 સેક્ટરને મળશે.

nirmala sitharaman

કેન્દ્રીય મંત્રિમંડળે બુધવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ રાહત પેકેજ વિશે કહ્યું કે સરકારે ઉદ્યોગ જગતના 10 સેક્ટર માટે આ રાહત પેકેજની ઘોષણા કરી છે. સરકાર આ 10 સેક્ટર પર આગલા પાંચ વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા ખર્ચશે. સરકાર આ ઉદ્યોગોને ઉત્પાદન આધારિત પ્રોત્સાહન આપવા અને પાયાના માળખા પરિયોજનાઓની વાયબિલિટી ગેપ ફંડિંગ માટે તેને ખર્ચ કરશે. જ્યારે આ પેકેજની મદદથી આ ઉદ્યોગોમાં નોકરીને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આ રાહત પેકેજથી ઉદ્યોગોને સપોર્ટ મળશે અને આત્મનિર્ભર ભારતને બળ મળી શકશે.

સરકારના આ રાહત પેકેજમાં એડવાન્સ કેમિસ્ટ્રી સેલ બેટરી માટે 18100 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક એન્ડ ટેક્નોલોજી પ્રોજેક્ટ માટે 5000 કરોડ રૂપિયા, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનેન્ટ્સ માટે 57042 કરોડ રૂપિયા, ફાર્માસ્યૂટિકલ ડ્રગ્સ માટે 15000 કરોડ રૂપિયા, ટેલીકોમ એન્ડ નેટવર્કિંગ પ્રોડક્ટ્સ માટે 12195 કરોડ રૂપિયા, ટેક્સટાઈલ ઉત્પાદન માટે 10683 કરોડ રૂપિયા, પૂડ પ્રોડક્ટ્સ માટે 10900 કરોડ રૂપિયા, સોલાર પીવી મોડ્યૂઅલ માટે 4500 કરોડ રૂપિયા, વ્હાઈટ ગુડ્સ માટે 6238 કરોડ રૂપિયા અને સ્પેશિયાલિટી સ્ટીલ સેક્ટર માટે 6322 કરોડ રૂપિયા આપવામાં આવશે.

English summary
Modi government's Rs 2 lakh crore package will directly benefit 10 sectors through PIL Scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X