For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષમાં ખેડૂતોને મોદી સરકાર તરફથી મળશે ભેટ

નવા વર્ષમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. સરકાર શક્ય તેટલી વહેલી તકે ખેડૂતો માટે રિલીફ પેકેજના વિકલ્પો ખોલવાનો પ્રયાસ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવા વર્ષમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. સરકાર શક્ય તેટલી વહેલી તકે ખેડૂતો માટે રિલીફ પેકેજના વિકલ્પો ખોલવાનો પ્રયાસ કરી રહી છે. આગામી બે અઠવાડિયામાં કેબિનેટ આ બાબતે નિર્ણય લઈ શકે છે.

સરકારના શીર્ષ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર દરેક યોગ્ય ખેડૂતના ખાતામાં 10,000 રૂપિયાની સીધી રકમ મોકલવાની વિચારણા કરી રહી છે. આ પૈસા બીજ, ખાતરો અને કૃષિ સામગ્રી ખરીદવા માટે આપવામાં આવશે.

આ પણ વાંચો: મોદી સરકાર માટે સારા સમાચાર, 2019માં જીડીપી 7.2% રહેવાનું અનુમાન

દર વર્ષે ખેડૂતના ખાતામાં 10,000 રૂપિયા મૂકે છે સરકાર

દર વર્ષે ખેડૂતના ખાતામાં 10,000 રૂપિયા મૂકે છે સરકાર

આ ઓડિશા સરકારનું મોડેલ છે અને પીએમઓ પણ તેને ગંભીરતાથી લઈ રહ્યું છે. તે સતત નાણાં અને કૃષિ મંત્રાલય સાથે વાત કરી રહ્યું છે. દર વર્ષે ઓડિશામાં સરકાર દરેક ખેડૂતના ખાતામાં 10,000 રૂપિયા મૂકે છે. તેમાં લગભગ 1.4 લાખ કરોડનો ખર્ચ આવે છે. જો કે રાજ્ય સ્તરે ઘણા પડકારોનો સામનો પણ કરવો પડે છે.

પીએમઓ બ્રાન્ડ ન્યુ રૂરલ પેકેજ પર પણ વિચાર

પીએમઓ બ્રાન્ડ ન્યુ રૂરલ પેકેજ પર પણ વિચાર

સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનામાં જમીન વિનાના ખેડૂતોને શામેલ કરવામાં ન આવે કારણ કે તેઓ પર દેવાનો બોજ હોતો નથી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ પીએમઓ બ્રાન્ડ ન્યુ રૂરલ પેકેજને ધ્યાનમાં લઈ રહ્યું છે. આ માટે રાજ્ય સરકારો અને મંત્રાલયો પાસેથી માહિતી માંગવામાં આવી છે.

ખેડૂતોને એક એકર પર 4000 રૂપિયા વર્ષમાં બે વાર

ખેડૂતોને એક એકર પર 4000 રૂપિયા વર્ષમાં બે વાર

બીજા વિકલ્પ તરીકે પીએમઓની નજરમાં તેલાંગાના મોડેલ પણ છે. આ મુજબ ખેડૂતોને વર્ષમાં બે વાર એક એકર દીઠ 4000 રૂપિયા આપવામાં આવી શકે છે.

જો કે સમગ્ર ભારતમાં આ યોજના અમલમાં મૂકવા માટે વાસ્તવિક જમીન ધારકોની ઓળખ કરવી એ એક મોટો પડકાર છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવું એ પણ એક પડકાર છે.

તાજેતરના થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા ગુમાવવાના મુખ્ય કારણોમાં ગ્રામીણ કારણોને મુખ્ય ગણવામાં આવી રહ્યું છે. એટલા માટે જ પીએમઓ ઇચ્છે છે કે આવી યોજના શક્ય તેટલી જલદી અમલમાં મુકવામાં આવે.

English summary
Modi Government Will Give Relief Package To Farmers Rs 10000 Per Annum
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X