મોદી વાઇબ્રન્ટ ગુજરાતમાં નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી શકે

ગાંધીનગર, 24 ડિસેમ્બર : દેશમાં ઔદ્યોગિક વિકાસની ગાડી ફુલ સ્પીડમાં દોડાવવા અને મહત્તમ રોજગારીની તકોનું સર્જન કરવા માટે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ 2015માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી ઔદ્યોગિક નીતિની જોહેરાત કરી શકે છે.

મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ 'મેક ઇન ઇન્ડિયા'ને ઉદ્યોગો માટે વધારે સાનુકૂળ બનાવવા માટે ભારતમાં કોઇ એક સ્થળે મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાનું વિચારી રહ્યા છે. આ પાર્કમાં ભારત સહિત વિશ્વભરની જાયન્ટ કંપનીઓ એક સમુહમાં મુખ્ય ઉદ્યોગોની સાથે તેને સંલગ્ન ઉદ્યોગો સ્થાપી શકે તેવી સંકલ્પના તૈયાર કરવામાં આવી છે. આ સંકલ્પનાને વાસ્તવિકતા બનાવવા ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરવામાં આવશે.

આ અંગે અગ્રણી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ગુજરાત માટે આ નવો વિચાર હોવાથી આવા પ્રકારના પ્રોજેક્ટ માટે કેવી છૂટછાટ આપવી કે લાભ આપવા તે અંગે વિચારણા ચાલી રહી છે. વર્તમાન સમયમાં ગુજરાત સરકારને વિદેશી કંપનીઓ સહિત જે કંપનીઓ ઉદ્યોગ વિભાગ પાસે દરખાસ્ત લઈને આવે છે તેમને સરકારી જમીન કે સરકાર દ્વારા જમીન નહીં અપાય તે સ્પષ્ટ કરી દેવામાં આ‌વી રહ્યું છે. આ માટે કેટલાક લઘુ કક્ષાના ઉદ્યોગો માટે જીઆઇડીસીના પ્લોટની હરાજી અને ફાળવણી પર વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખતાં બ્રેક લગાવી દેવામાં ‌આવી છે.

companies-1

સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વભરમાં હાજરી ધરાવતી કંપનીઓ પ્રથમવાર વાઇબ્રન્ટ સમિટમાં આવી રહી છે. અમેરિકાના ડેલિગેશનમાં જ અનેક કંપનીના સીઇઓ અને ડેલિગેટ્સ આવશે.

આ સાથે ચીન, જાપાન, રશિયા, ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા બિઝનેસમાં આગળ પડતા દેશની કંપનીઓના સીઇઓ આવીને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની શક્યતા જોવાના છે. આવી કંપનીઓ તેમના પ્લાન્ટ સેંકડો એકરમાં અને મોટા પાયે સ્થાપે તે માટે તેમને વિશાળ જગ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડવાની છે તે જોતાં મહાકાય વિસ્તારમાં તેમના પ્લાન્ટ હશે.

સેઝ અને સરને બાદ કરીએ તો આવા જંગી સાહસ ગુજરાત માટે નવીન બાબત છે. ગુજરાતમાં આવવા ઇચ્છતી આવી કંપનીઓ માટે મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કની સ્થાપના કરવી પડે તેમ છે. જોકે કંપનીઓ જ તે પાર્ક ઊભા કરશે પરંતુ તે માટે રાજ્ય સરકાર કેવી નીતિ રાખશે તે સ્પષ્ટ કરવી આવશ્યક હોવાથી જાન્યુઆરીમાં જાહેર થનારી નવી ઉદ્યોગનીતિમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ખાસ જોગવાઈ કરવા માટે વિચારણા ચાલી રહી છે.

આ જોગવાઇઓમાં પાર્કનું સંચાલન, જમીનની ખરીદી, મૂડીરોકાણ, પ્રોડક્ટ, પર્યાવરણીય મંજૂરી, લેબર, પાર્કનું સ્વરૂપ, મુખ્ય પ્રોડક્ટ ઉપરાંત અન્ય પ્રોડક્ટ કેવી હશે વગેરે તમામ બાબતો નક્કી કરવામાં આવશે. આ માટે સરકારે હાલ જે સ્થળે આવા પાર્ક સ્થપાયા છે તેનો પણ અભ્યાસ શરૂ કર્યો છે.

અધિકારીના કહેવા મુજબ ગુજરાત માટે આ નવો અભિગમ છે. જેમાં એકસાથે અબજો રૂપિયાનું મૂડીરોકાણ આવે છે અને જંગી રોજગારી પણ મળે છે. તે માટે ઉદ્યોગ વિભાગ પણ વિશ્વમાં જાણીતી બ્રાન્ડ હોય તેવી કંપનીઓ ગુજરાતમાં તેમના પાર્ક લઈને આવે તો તેના પગલે અનેક બીજી કંપનીઓ પણ ભવિષ્યમાં આવી શકે છે.

નોંધનીય છે કે ચીનની કંપનીઓ વડોદરા પાસે આવા મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવા ઉત્સુક છે. આ માટે ઉદ્યોગ વિભાગ સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવી છે. તાઇવાનની એક કંપનીએ સાણંદ પાસે પાર્ક સ્થાપવા તૈયારી દર્શાવી છે. તો જાપાન દ્વારા પણ સાણંદમાં જ પાર્ક સ્થાપવા માટે દરખાસ્ત અપાઈ છે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર આવા પાર્કની સ્થાપના માટે રાજ્યમાં કયા સ્થળની પસંદગી કરવી તે માટે સરકારનો અભિપ્રાય લઈ રહ્યા છે. જોકે ઉદ્યોગ વિભાગનો મુખ્ય મદાર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની જાયન્ટ કંપનીઓના સીઇઓ પીએમ સાથે મુલાકાત પછી ગુજરાત પર મેગા પાર્ક માટે પસંદગી ઉતારે છે કે કેમ તેની પર રહેલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X