For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની આ સ્કીમથી નોકરી માટે ટ્રેનિંગ અને 8 હજાર રૂપિયા મળશે

મોદી સરકાર લોકોની સુવિધા અને સરળતા માટે રોજ નવી નવી સ્કીમો લાવી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સરકારે યુવાનોને આગળ વધારવા માટે ખાસ યોજના શરૂ કરી છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર લોકોની સુવિધા અને સરળતા માટે રોજ નવી નવી સ્કીમો લાવી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સરકારે યુવાનોને આગળ વધારવા માટે ખાસ યોજના શરૂ કરી છે. જણાવી દઈએ કે તેનું ઉદ્દેશ્ય યુવાનોની પ્રતિભા ઓળખીને બિઝનેસ માટે ટ્રેનિંગ આપવાની છે, જેથી રોજગાર મેળવવામાં મદદ મળી શકે. ખુશીની વાત એ છે કે આ યોજના અંતર્ગત ટ્રેનિંગની ફી સરકાર ચૂકવે છે. મોદી સરકારે દેશના યુવાનો માટે કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે. ચાલો તમને જણાવીએ કે વડાપ્રધાનની કૌશલ વિકાસ યોજના શું છે, અને તમે પણ સહેલાઈથી તેનો ભાગ બની શકો છો.

આ પણ વાંચો: આરબીઆઈ ગ્રાહકોને આપે છે આ વિશેષ અધિકારો, જાણો અને લાભ ઉઠાવો

શું છે કૌશલ વિકાસનો ઉદ્દેશ્ય

શું છે કૌશલ વિકાસનો ઉદ્દેશ્ય

ભારત સરકાર કૌશલ વિકાસ યોજના અંતર્ગત જે લોકો ઓછું ભણેલા છે અથવા જેનું ભણવાનું અધુરુ રહી ગયું છે તેમને રોજગાર માટે તાલીમ આપે છે. જે લોકો કૌશલ વિકાસ યોજના સાથે જોડાયેલા છે, સરકાર તેમને ઈનામ તરીકે 8 હજાર ની રકમ પણ આપે છે. સાથે જ એક સર્ટિફિકેટ પણ મળે છે. કૌશલ વિકાસ યોજનાનું આ સર્ટિફિકેટ આખા દેશમાં વેલિડ છે.

એટલું જ નહીં આ યોજના અંતર્ગત ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હોય છે. તેમાં અપાતી ટ્રેનિંગને સેક્ટર સ્કિલ કાઉન્સિલ યોજે છે. બાદમાં જો કેન્ડિડેટ પરીક્ષા પાસ કરે તો પ્રમામપત્ર અને સ્કીલ કાર્ડ આપવામાં આવે છે, જેનાથી સહેલાઈથી નોકરી મળી શકે છે .

આ રીતે કૌશલ વિકાસ યોજના માટે કરો અરજી

આ રીતે કૌશલ વિકાસ યોજના માટે કરો અરજી

1. કૌશલ વિકાસ યોજના સાથે જોડાવા માટે અરજી કરવી પડે છે.
2. બાદમાં લોકોનું નામ, એડ્રેસ, ઈમેઈલ આઈ ડી આપવવવું પડે છે. તેને http://pmkvyofficial.org પર જઈને માહિતી ભરો.
3. હવે તમારે જ્યાં ટ્રેનિંગ લેવાની છે, તે વિસ્તાર પસંદ કરવો પડશે.

કેવી રીતે કરશો અરજી?

કેવી રીતે કરશો અરજી?

જો તમે ટ્રેનિંગ પ્રોવાઈડર બનવા ઈચ્છો છો તો ટ્રેનિંગ સેન્ટર ખોલવા ઈચ્છો છો તો તમારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત સ્માર્ટ પોર્ટલમાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડે છે. ટ્રેનિંગ પ્રોવાઈડર તીરકે રજિસ્ટ્રેશન સમયે 10 હજાર રૂપિયા જમા કરાવવા પડે છે. જ્યારે ટ્રેનિંગ સેન્ટર માટે 12 હજાર રૂપિયા અને 1000 રૂપિયા પ્રતિ જોબ રોલ ફી આપવી પડશે.

કૌશલ વિકાસ યોજના દ્વારા આ કોર્સની મળશે તાલીમ

કૌશલ વિકાસ યોજના દ્વારા આ કોર્સની મળશે તાલીમ

ભારત સરકાર કૌશલ વિકાસ યોજનામાં લોકોને કંસ્ટ્રક્શન, ઈલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, ફૂડ પ્રોસેસિંગ, ફર્નિચર, ફિટિંગ ,હેન્ડીક્રાફ્ટસ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિત લેધર ટેક્નોલોજીની તાલીમ આપે છે. આ ઉપરાંત આ યોજનામાં 40 ટકા ટેક્નિકલ કોર્સ પણ સામેલ છે. જણાવી દઈએ કે કૌશલ વિકાસ યોજનામાં ્રજી કરવા માટે માત્ર ત્રણ જ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, 2 પાસપોર્ટ સાઈઝ ફોટો અને પરિવારના કોઈ સભ્યના આધારકાર્ડની જરૂર પડે છે.

English summary
Modi Sarkar Will Give Training For Job And 8000 Rs In This Scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X