દિલ્હી-એનસીઆરમાં મધર ડેરીનું દૂધ 2 રૂપિયા થયું મોંધું

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરે વધારો કર્યો છે. દરેક પ્રકારના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જે શનિવારથી લાગૂ થઇ જશે. મધર ડેરીએ ફૂલ ક્રિમ દૂધના ભાવ 44 રૂપિયાથી વધારીને 46 અને ટોન્ડ દૂધનો ભાવ 34 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 36 રૂપિયા પ્રતિ લીટર કરી દિધો છે. ડબલ ટોન્ડ દૂધ 32 રૂપિયા પ્રતિ લીટર અને છુટક દૂધ 34 રૂપિયા પ્રતિ લીટરમાં ઉપલબ્ધ થશે.

મધર ડેરીએ એક નિવેદનમાં જાહેર કર્યું છે કે ગત મહિનાઓમાં દૂધના ખરીદ ભાવમાં વધારો થયો હોવાથી તેણે દરેક પ્રકારના દૂધના છૂટક ભાવ વધારા માટે ફરજ પડી છે. કંપનીએ કહ્યું હતું કે ભાવ વધારથી તે ખેડૂતોને વ્યાજબી ભાવ ચૂકવી શકશે અને દૂધ મળી શકશે. આ પહેલાં મધર ડેરીએ ઓક્ટોબર 2013માં દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવ વધાર્યા હતા.

milk-jar

મધર ડેરીએ કહ્યું હતું કે કુલ વેચાણથી મળેલી રકમ 80 ટકા દૂધની ખરીદીમાં ખર્ચ કરવામાં આવે છે. મધર ડેરી દિલ્હી-એનસીઆરમાં દરરોજ લગભગ 30 લાખ લીટર દૂધ વેચે છે. ગત અઠવાડિયે તેને મુંબઇમાં દૂધના ભાવ 2 રૂપિયા પ્રતિ લીટર વધાર્યા હતા. મધર ડેરી લખનઉ, કાનપુર, અને પુણે જેવા શહેરોમાં દૂધ વેચે છે.

English summary
Mother Dairy, a major distributor of milk in Delhi and its adjoining areas, announced an increase of Rs.2 a litre in prices of its milk with effect from Saturday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.