મોટો જી કે માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો મિની A200માંથી કોણ બનશે બેસ્ટ

Posted By: Super
Subscribe to Oneindia News

એન્ડ્રોઇડ બેસ્ટ ડિવાઇસની વાત કરવામાં આવે તો ભારતીય બજારમાં તેનો ઢગલો જોવા મળે છે. સ્માર્ટફોન, ટેબલેટ અને હવે તો સ્માર્ટવોચ પણ આવી ચુકી છે, પરંતુ બધાની વચ્ચે એક વસ્તુ સમાન છે, તે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરે છે. આઇઓસ, બ્લેકબેરી ઓએસની સરખામણીએ એન્ડ્રોઇડ ઓએસ પર રન કરનારા સ્માર્ટફોનની કિંમત ઓછી હોય છે. તમે બજારમાંથી 15 હજાર રૂપિયામાં એક સારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદી શકો છો. 20 હજારની સરખામણીએ ભારતીય ગ્રાહકોને 15 હજાર રૂપિયાનો સ્માર્ટફોન લેવામાં સહેલાય રહે છે, તેના કારણે આ રેન્જના સ્માર્ટફોન ભારતમાં સહેલાયથી મળી શકે છે.

મોટોરોલાએ પણ પોતાનો મોટો જી ભારતમાં લોન્ચ કરી દીધો છે, જેની કિંમત 12,499 રૂપિયા છે. મોટો જી આવ્યા બાદ અનેક કંપનીઓ માટે એક નવી મુશ્કેલી સર્જી દીધી છે. સૌથી પહેલા મોટોરોલાએ જે કિંમતમાં મોટો જીને ઉતાર્યો છે, ફીચરની તુલનામાં તેનાથી સારો સ્માર્ટફોન હાલ માર્કેટમાં નથી.

ખાસ કરીને માઇક્રોમેક્સ આ રેન્જની સૌથી મોટી ખેલાડી માનવામાં આવે છે. માઇક્રોમેક્સે તાજેતરમાં કેનવાસ ટર્બો મિની એ200 એન્ડ્રોઇડ જેલીબીન સાથે બજારમાં ઉતાર્યો હતો, પરંતુ મોટો જીમાં કિટકેટ એપડેટના કારણે કેનવાસ મિનીનું ઓએસ તેની સાથે મુકાબલો કરી શકે નહીં. તો ચાલો તસવીરો થકી જાણીએ ઉક્ત બન્ને મોબાઇલ અંગે.

ઓપરેટિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમના મામલે બન્ને ડિવાઇઝ એન્ડ્રોઇડ જેલીબીની ઓએસ પર રન કરે છે. માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો મિની એ200માં 4.2.2 જેલીબીન ઓએસ છે, જ્યારે મોટો જીમાં 4.3 જેલીબીન ઓએસ છે, જેને 4.4 કિટકેટ અપગ્રેડ કરી શકાય છે.

કેમેરા

કેમેરા

મોટો જીમાં 5 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરા છે અને 1.3 મેગા પિક્સલનો સેકન્ડરી કેમેરા છે. જ્યારે બીજી તરફ કેનવાસ ટર્બો મિનીમાં 8 મેગા પિક્સલનો પ્રાઇમરી અને 5 મેગા પિક્સલનો સેકન્ડરી કેમેરા છે, કેમેરાના મામલે ટર્બો મિની વધારે પાવરફૂલ છે.

સ્ક્રીન

સ્ક્રીન

મોટો જીમાં 4.5 ઇન્ચની આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચ સ્ક્રીન આપવામાં આવે છે, જ્યારે ટર્બો મિનીમાં 4.69 ઇન્ચની આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે.

પ્રોસેસિંગ પાવર

પ્રોસેસિંગ પાવર

મોટો જીમાં 1.2 ગીગાહર્ટ્ઝનું ક્વોડકોર કાર્ટેક્સ એ7 પ્રોસેસર છે જ્યારે ટર્બો મિનીમાં 1.3 ગીગાહર્ટ્ઝનું ક્વોડકોર પ્રોસેસર છે.

સ્ટોરેજ અને રેમ

સ્ટોરેજ અને રેમ

મોટો જીમાં 1 જીબીની રેમ આપવામાં આવી છે, સાથે જ 6 જીબી અને 16 જીબીના બે મેમરી ઓપ્શન છે, જો કે, ડિવાઇઝમાં મેમરી એક્સપાન્ડનું કોઇ ઓપ્શન નથી. ટર્બો મિનીમાં 1 જીબી રેમની સાથે 4 જીબી ઇન્ટરનલ મેમરી છે અને માઇક્રો એસડી કાર્ડની મદદથી 32 જીબી સુધી એક્સપાન્ડેબલ છે.

પરિણામ

પરિણામ

બન્ને સ્માર્ટફોનના ફીચર અને અન્ય બીજી વાતોને જોઇને કહીં શકાય ખે, ટર્બો મિનીમાં પાવરફૂલ કેમેરા છે, જે મોટો જીમાં નથી, મોટી જી કરતા ટર્બો મિનીમાં ફાસ્ટ પ્રોસેસિંગ પાવર છે, જ્યારે મોટો જીની કિંમત અને કિટકેટ અપડેટ તેને આ માર્કેટમાં બેસ્ટ સ્મારટફોન બનાવે છે, આમ માર્કેટમાં મોટો જી અને ટર્બો મિની વચ્ચે કટ્ટર સ્પર્ધા થશે.

English summary
motorola moto g vs micromax canvas turbo mini a200 15k

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.