કેપ્ટન કૂલ 'ધોની' બન્યો દેશનો સૌથી ધનિક ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 135.16 કરોડની કમાણી કરી ત્રીજા સ્થાન પર છે જ્યારે પ્રથમ સ્થાન પર બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાને બાજી મારી લીધી છે. આ યાદી અનુસાર શાહરૂખ ખાને ઓક્ટોમ્બર 2011 થી સપ્ટેમ્બર 2012 સુધી કુલ 202.8 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે જ્યારે સલમાન ખાને 144 કરોડની કમાણી કરી લીધી છે.
તાજેતરમાં વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર પણ કમાણીમાંથી બાકાત નથી. બોલિવુડ સ્ટાર કરીના કપૂરે બાજી મારતાં સાતમું સ્થાન મેળવ્યું છે. વિરેન્દ્ર સહેવાગ 8મા સ્થાને જ્યારે વિરાટ કોહલી નવમા સ્થાન પર છે.












Click it and Unblock the Notifications
