ગુજરાતમાં BJPની જીત સાથે જ અંબાણીના 316 કરોડ ડૂબ્યા

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં ભાજપની જીત થઇ. ભાજપને 99 સીટો મળી અને છઠ્ઠી વાર ગુજરાતની સત્તા પણ. જો કે ગુજરાતમાં ભાજપની જીતથી શેરબજાર પર જોરદાર અસર થઇ. ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીને આ જીતથી સીધી અસર પણ થઇ. ગુજરાતની ચૂંટણીની જીતથી મુકેશ અંબાણીને 316 કરોડનું નુક્શાન થયું. તમને જણાવી દઇએ કે મોદી સરકારને અંબાણી અને અદાણીના હિતેચ્છુ મનાય છે. પણ ખરેખરમાં તે જ અંબાણીના નુક્શાનનું કારણ એક રીતે બન્યા, કેવી રીતે વિગતવાર જાણો અહીં...

અંબાણીને ઝટકો

અંબાણીને ઝટકો

સોમવારે ગુજરાતમાં ચૂંટણીના પરિણામોની શરૂઆત થયા પછી રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ 316 કરોડ રૂપિયા ઓછી થઇ ગઇ. આરઆઇએલના શેયરમાં બીએસઇ પર સામાન્ય રીતે પડ્યા. શરૂઆતી પરિણામોમાં જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 10 જ સીટોનું અંતર હતું ત્યારે બંન્ને વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી હતી. તો બીજી તરફ આરઆઇએલના શેયર પર 816 રૂપિયાથી નીચે પહોંચી ગયા. જો કે પાછળથી 919.90 રૂપિયા પણ થયા પણ આ ઘટાડાના કારણે રિલાયન્સને 316 કરોડનું નુક્શાન થઇ ગયું.

અનિલ અંબાણી થયો ફાયદો

અનિલ અંબાણી થયો ફાયદો

જો કે અનિલ અંબાણીને આનાથી ફાયદો થયો. અનિલ અંબાણીની કંપની એડીએજીના શેરમાં 2.67 ટકાની તેજી જોવા મળી. તેજીના કારણે અનિલ અંબાણીની કંપનીને 369 કરોડનો ફાયદો થયો. આ ફાયદો કંપનીના રિલાયન્સ નિપ્પોન લાઇફ એસેટ શેરમાં ઉછાળાના કારણે થયો હતો. જો કે રિલાયન્સ ઇંફ્રા, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ કમ્યુનિકેશનના શેર પડ્યા હતા.

અદાણીને પણ નુક્શાન

અદાણીને પણ નુક્શાન

તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોના કારણે અદાની સમૂહને પણ નુક્શાન વેઠવાનો વારો આવ્યો હતો. આ શેરોમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે કંપનીની માર્કેટ કેપ 12226 કરોડ રૂપિયા સુધી ઓછી થઇ ગઇ હતી. માર્કેટ બંધ થતા અદાણી સમૂહને 6700 કરોડ રૂપિયાનું નુક્શાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં જ દિલીપ સાંઘવીના કંપનીના શેરમાં પણ 1.15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે કંપનીને 127 કરોડનું નુક્શાન થયું હતું.

ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભા

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની અસર શેરમાર્કેટની સાથે સાથે સટ્ટોડિયાઓમાં પણ થઇ. માનવામાં આવે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો હતો. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર અહીં પણ જોવા મળી હતી.

English summary
Mukesh Ambani lost 316 crore on BJP Victory in Gujarat Assembly election 2017, Know how?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.