• search

100 ધનિક ભારતીયોની યાદીમાં મુકેશ અંબાણી પ્રથમ સ્થાને

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    mukesh-ambani
    નવી દિલ્હી, 11 ઑક્ટોબર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રમુખ મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. જ્યારે લક્ષ્મી મિત્તલ બીજા સ્થાને છે. ચીનની એક સંશોધન કંપની હૂરૂને બુધવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. હરૂને સૌથી ધનિક 100 ભારતીયોની યાદી જાહેર કરી છે જેમાં રિલાયન્સ ઇડસ્ટ્રીઝના મુકેશ અંબાણી 19.3 અબજ ડોલરની ખાનગી સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા સ્થાને આર્સેલર-મિત્તલના પ્રમુખ એલ એન મિત્તલ છે તેમની પાસે 16.9 અબજ ડોલરની સંપત્તિ છે. આટી દિગ્ગજ અજીજ પ્રેમજી 12.3 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં 36 લોકો મુંબઇના છે જ્યારે 22 દિલ્હી અને 15 બેંગ્લોરના છે.

    જિંદલ સ્ટીલ એન્ડ પાવર કંપનીના પ્રમુખ સાવિત્રી જિંદલ 6.2 અબજ ડોલરની સંપત્તિ સાથે 12મા સ્થાને છે. તે ભારતીયોની યાદીમાં અગ્રણી મહેનતુ મહિલા છે. મીડીયા વ્યવસાય સાથે સંકળાયેલ બેનેટ કોલમેનની ઇન્દુ જૈન અને એચટી સમૂહની શોભના ભરતિયા પણ મહિલા અબજપતિઓના સ્વરૂપે સામેલ છે.

    આ યાદીમાં સન ફાર્માના દિલીપ સંઘવી ચોથા સ્થાને, ટાટા સમૂહના પાલોનજી મિસ્ત્રી પાંચમા સ્થાને, એસ્સાર એનર્જીના શશિ અને રવિ રૂઇયા છઠ્ઠા સ્થાને, ગોદરેજ ગ્રુપના આદી ગોદરેજ સાતમા સ્થાને, ડીએલએફના કે પી સિંહ આઠમા સ્થાને, બિડલા સમૂહના કુમાર મંગલમ બિડલા નવમા સ્થાને અને ભારતી સમૂહના સુનિલ મિત્તલ દસમા સ્થાને છે.

    રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રમુખ અનિલ અંબાણી 5.3 અબજ ડોલરની સંપત્તિ સાથે 13મા સ્થાને છે. જ્યારે હીરો મોટર્સના બી એલ મુંજાલ અને તેમનો પરિવાર 16મા સ્થાને છે. બજાજ ઓટોના રાહુલ બજાજ 19 સ્થાને, જી નેટવર્કના સુભાષ ચંદ્રા 22મા સ્થાને, ઇન્ફોસિસના એન આર નારાયણમૂર્તિ 37મા સ્થાને અને જેપી એસોસિએટના જયપ્રકાશ ગૈડ 47મા સ્થાને છે.

    100માંથી પાંચ લોકો ભારતની બહાર રહે છે. યાદીમાં 74 ધનવાન વ્યક્તિ ઉત્તર ભારતના છે, 21 દક્ષિણ ભારતના અને પાંચ દેશની બહારના છે. અજીમ પ્રેમજી સૌથી ધનિક દક્ષિણ ભારતીય છે. યાદીમાં સામેલ 37 વર્ષીય શિવિન્દ્ર મોહનસિંહ સૌથી નાની ઉંમરના છે જ્યારે 89 વર્ષીય કેશવ મહિન્દ્રની ઉંમર સૌથી વધુ છે.

    English summary
    Energy tycoon and Reliance Industries Chairman Mukesh Ambani is the country's richest man with a personal fortune of $19.3 billion, says a report.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more