For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TOP 10 અમિરોની લીસ્ટમાં મુકેશ અંબાણીની વાપસી, જાણો ગૌતણ અદાણી ક્યાં છે?

દુનિયાના ટૉપ 10 અબજપતિઓની લીસ્ટમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. એક વાર ફરી રિલાયંસ ઇન્ડસટ્રીના માલિક મુકેશ અંબાણીને બિલેનિયોરની ટોપ 10 ની લિસ્ટમાં વાપસી કરી છે. ફોર્બ્સની ટોપ બિલેનિયોર ઇન્ડેક્સની તાજી સૂચી બહાર પાડી છે

|
Google Oneindia Gujarati News

દુનિયાના ટૉપ 10 અબજપતિઓની લીસ્ટમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. એક વાર ફરી રિલાયંસ ઇન્ડસટ્રીના માલિક મુકેશ અંબાણીને બિલેનિયોરની ટોપ 10 ની લિસ્ટમાં વાપસી કરી છે. ફોર્બ્સની ટોપ બિલેનિયોર ઇન્ડેક્સની તાજી સૂચી બહાર પાડી છે. જે મુજબ રલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકાશ અંબાણી દમદાર વાપસી કરી છે. જ્યારે એશિયાના સૌથી ધનિક અદાણી સમૂહના માલિક ગૌતમ અદાણી આ લીસ્ટમાં ચોથા નંબર પર છે. હાલમા જ તેમણે માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સને પછાડીને દુનિયાના ટોપ અરબપતિની લીસ્ટમાં ચોથો નંબર મેળવ્યો છે.

મુકેશ અંબાણીની દમદાર વાપસી

મુકેશ અંબાણીની દમદાર વાપસી

દુનિયાના ટોપ 10 અમિરોની સૂચિમાં ભારતના બે અરબપતિનો સમાવેશ થઇ ગયો છે. મુકેશ અંબાણીની આ યાદીમાં દમદાર વાપસી થઇ છે મકેશ અંબાણીની ટોપ 10 લીસ્ટમાં પરત ફરતા 9 મુ સ્થાન મેળવ્યુ છે. તેમણે ગુગલના સહ સ્થાપક અને બોર્ડ મેમ્બર સર્ગેઇ બ્રિનને પછાડીને આ રેન્ક મેળવ્યુ છે. ફોર્બ્સના બિલેનિયર ઇન્ડેક્સ મુજબ મકેશ અંબાણીની સંપતિ 0.7 બિલિયન ડૉલર પર પહોચી ગઇ છે.

રિલાયંસને બંપર ફાયદો થયો છે

રિલાયંસને બંપર ફાયદો થયો છે

શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના રિલાયંસ જિયો અને રિટેલ નફાની જાહેરાત કરી હતી. નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા ત્રણ મહિનામાં રિલાયંસ જિયો ઇન્ફોકોમ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 2022-23 પહેલા ત્રણ મહિનામાં કંપનીને 4335 કરોડ રૂપિયાનો નફો થયો છે. જો ચોખા નફાને ટકાવારીમાં જોવામાં આવે તો કંપનીને એપ્રિલ-જૂનમાં ત્રણ મહિનમાં 24 ટકાનો લાભ થયો હતો. કંપનીને 4.7 ટકાનો ગ્રોથ થયો છે. અને કંપની નંબર એક પર કાયમ રહી છે.

ચોથા નંબર પર ગૌતમ અદાણી

ચોથા નંબર પર ગૌતમ અદાણી

ફોર્બ્સની બિલેનિયોરની યાદી મુજબ અદાણી સમૂહના માલિક ગૌતમ અદાણી ચોથા નંબર કાયમ છે. ગૌતમ અદાણીની સંપતિ હવે વધીને 115.8 બિલિયન ડૉલર પર પહોચી ગઇ છે. અને તે દુનિયાના ટૉપ અરબપતિયોના લીસ્ટમાં ચોથા નંબર પર છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે સંપતિનું અંતર વધતુ જાય છે. અંબાણીની સંપતિ 90.7 બિલિયન તો અદાણીની સંપતિ 115.8 બિલિનય ડૉલર છે.

English summary
Mukesh Ambani's return to the list of top 10 emirates, know where is Gautan Adani?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X