મ્યુચ્યુઅલ ફંડ: આ છે જુલાઈની સૌથી વધુ નુકશાન કરાવનારી સ્કીમો
જુલાઈ 2019માં શેયર બજારનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યુ છે. જેને કારણે મ્યુચ્યુઅલ ફંડે પણ જુલાઈમાં નેગેટિવ રિટર્ન આપ્યુ છે.
જુલાઈ 2019માં શેયર બજારનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યુ છે. જેને કારણે મ્યુચ્યુઅલ ફંડે પણ જુલાઈમાં નેગેટિવ રિટર્ન આપ્યુ છે. હાલત તો કંઈક એવી છે કે અનેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો તો 13 ટકા સુધીનું નુકશાન કરાવી ચૂકી છે. ઈન્કમ ટેક્સ બચાવનારા મ્યુચ્યુઅલ ફંડ(ઈએલએસએસ)એ તો 14 ટકા સુધીનું નુકશાન એક જ મહિનામાં કરાવી દીધુ છે.

રોકાણકારોએ શું કરવું?
ફાઈનાન્સિયલ અડવાઈઝર ફર્મ બીપીએન ફિનકૈપના ડાયરેક્ટર એ કે નિગમના જણાવ્યા અનુસાર એક વારમાં રોકાણ કર્યુ છે તો તેને વેંચવામાં ઉતાવળ કરશો નહિં. બજારમાં જલ્દી જ સુધારો આવશે. સાથેજ તેમના કહ્યા પ્રમાણે જેમના મ્યુચ્યુઅલ ફંડમાં સિપ છે તેઓ પોતાનું સિપ ચાલુ રાખે. તેમના કહ્યા પ્રમાણે શેયર બજાર જ્યારે નુકશાન પર હોય ત્યારે સિપમાં સૌથી સસ્તી ખરીદી થાય છે. જો સિપ ચાલુ રાખવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડમાં પાછળથી તમને ફાયદો મળશે.

હાલ નવી ખરીદી કરવી જોઈએ?
જાણકારોના કહેવા અનુસાર શેયર બજારમાં થનારી પડતી હાલ રોકાય તેવી લાગતી નથી. જેથી આ સમયે મ્યુચ્યુઅલ ફંડમાં એકસાથે રોકાણ કરવું યોગ્ય નથી. પણ જો કોઈ લાંબા સમયનું રોકાણ કરવા ઈચ્છે તો SIP શરૂ કરવા માટે આ સારો સમય છે. તેમાં પણ રોકાણકારોએ SIP શરૂ કરવું કે જેઓ ઓછામાં ઓછું 3 થી 5 લાખ સુધીનું રોકાણ કરી શકે. અને આ સમયે પૈસાની ન જરૂર પડે, જેથી મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા કાઢવા પડે.

શું છે SIP?
સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે. SIP રોકાણ કરવાથી સારુ રિટર્ન મેળવવું સરળ બની જાય છે. SIP 500 રૂપિયા મહિનાથી શરૂ થાય છે. જો કોઈ 10 વર્ષ સુધી 2000 રૂપિયા મહિને રોકાણ કરે અને તેના પર 12 ટકા રિટર્ન મળે તો તે 4.6 લાખ રૂપિયા થઈ જશે.

3 રીતે શરૂ કરી શકાય છે મ્યુચ્યુઅલ ફંડ SIP
મ્યુચ્યુઅલ ફંડ સિપ એટલે કે એસઆઈપી 3 રીતે શરૂ કરી શકાય છે. એક રીત મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ છે. બીજી રીત કોઈ બ્રોકરથી ઓનલાઈન ટ્રેન્ડિંગ અકાઉન્ટ ખોલાવડાવીને પણ સિપ કરી શકાય, ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરી શકાય છે. આ રીતોથી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની વેબસાઈટ પર જઈ રોકાણ કરવાનું રહે છે.

જુલાઈ-2019માં નુકશાન કરાવનારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ
લાર્જ કૈપ મ્યુચ્યુઅલ ફંડ
-રિલાયન્સ લાર્જ કૈપ ફંડે જુલાઈ 2019માં આપ્યુ 8.31 ટકા રિટર્ન
-ડીએસપી ટૉપ 100 ઈક્વિટી ફંડે જુલાઈ 2019માં આપ્યુ 7.42 ટકા રિટર્ન
-એચએફસી ટૉપ 100 ફંડે જુલાઈ 2019માં આપ્યુ 7.25 ટકા રિટર્ન
લાર્જ એન્ડ મિડ કૈપ ફંડ
- રિલાયન્સ વિઝન ફંડે જુલાઈ 2019માં આપ્યુ 9.36 ટકા રિટર્ન
-આદિત્ય બિડલા સન લાઈફ ઈક્વિટી અડવાંટેજ ફંડે જુલાઈ 2019માં આપ્યુ 9.15 ટકા રિટર્ન
-પ્રિંસિપલ ઈમર્જિંગ બ્લૂચિપ ફંડે જુલાઈ 2019માં આપ્યુ 8.19 ટકા રિટર્ન
મિડ કૈપ ફંડ
-આદિત્ય બિડલા સન લાઈફ ઈમર્જિંગ લીડર્સ ફંડે જુલાઈ 2019માં આપ્યુ 10.59 ટકા રિટર્ન
-ડીએસએફએલ પ્રામેરિકા મિડકૈપ અપૉર્ચ્યુનિટિઝ ફંડે જુલાઈ 2019માં આપ્યુ 10.30 ટકા રિટર્ન
-ટૉરસ ડિસ્કવરી(મિડકૈપ) ફંડે જુલાઈ 2019માં આપ્યુ 9.49 ટકા રિટર્ન
સ્મોલ કૈપ ફંડ
-ટૉરસ ડિસ્કવરી (મિડકૈપ)ફંડે જુલાઈ 2019માં આપ્યુ 9.49 ટકા રિટર્ન
-સુંદરમ સ્મૉલ કૈપ ફંડે જુલાઈ 2019માં આપ્યુ 13.65 ટકા રિટર્ન
-સુંદરમ માઈક્રો કૈપ -સીરીઝ એક્સે જુલાઈ 2019માં આપ્યુ 13.60 ટકા રિટર્ન
ઈએલએસએસ
-સુંદરમ લોન્ગ ટર્મ માઈક્રો કૈપ ટેક્સ એડવાંટેજ ફંડ-સીરીઝ VI એ જુલાઈ 2019માં આપ્યુ 13.99 ટકા રિટર્ન
-સુંદરમ લોન્ગ ટર્મ માઈક્રો કૈપ ટેક્સ એડવાંટેજ ફંડ-સીરીઝ વી એ જુલાઈ 2019માં આપ્યુ 13.43 ટકા રિટર્ન
-સુંદરમ લોન્ગ ટર્મ માઈક્રો કૈપ ટેક્સ એડવાંટેજ ફંડ-સીરીઝ IV એ જુલાઈ 2019માં આપ્યુ 12.92 ટકા રિટર્ન
મલ્ટી કૈપ ફંડ
-રિલાયન્સ કેપિટલ બિલ્ડર ફંડ IV-સીરીઝે જુલાઈ 2019માં આપ્યુ 13.68 ટકા રિટર્ન
-રિલાયન્સ કેપિટલ બિલ્ડર ફંડ IV-સીરીઝ ડીએ જુલાઈ 2019માં આપ્યુ 13.14 ટકા રિટર્ન
-રિલાયન્સ કેપિટલ બિલ્ડર ફંડ IV-સીરીઝ બીએ જુલાઈ 2019માં આપ્યુ 12.36 ટકા રિટર્ન
આ પણ વાંચો: શૅર માર્કેટમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ વાતો












Click it and Unblock the Notifications
