Mutual Fund SIP for Car : કાર ખરીદવી છે તો આજે કરી દો SIP, આવી રીતે કરો પ્લાન
ઘણા લોકો નવી કાર ખરીદવા માંગે છે પરંતુ પૈસાની અછત અથવા મોંઘી કાર લોનના કારણે વ્યક્તિ નવી કાર ખરીદી શકતા નથી. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરીને નવી કાર ખરીદવા માંગતા હોવ તો તે શક્ય છે.
નવી કારની કિંમત લગભગ 5 લાખ રૂપિયાથી લઈને કરોડ રૂપિયા સુધીની છે. આ સ્થિતિમાં માનો કે 10 લાખ રૂપિયાની નવી કાર ખરીદવી છે તો અમે તમને જણાવીશું કે તમારે કેટલી એસઆઈપી કરવી પડશે.

દેશની સૌથી મોટી બેંક SBI છે. SBI હાલમાં સૌથી મોટી કાર લોન વિતરણ કરતી બેંક છે. SBIના કાર લોનના વ્યાજ દરો હાલમાં 8.85 ટકાથી 9.80 ટકાની રેન્જમાં છે. આ સ્થિતિમાં ચાલો જાણીએ કે 10 લાખ રૂપિયાની કાર લોનનો હપ્તો શું હશે?
જો 10 લાખ રૂપિયાની કાર લોન 5 વર્ષ માટે લેવામાં આવે છે તો તમારો હપ્તો દર મહિને 21,247 રૂપિયા થશે. 5 વર્ષ પૂરા થવા પર તમારે 2,74,823 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે. આ રીતે 5 વર્ષ પૂરા થવા પર 10 લાખ રૂપિયાના બદલે તમારે કુલ 12,74,823 રૂપિયા ચૂકવવા પડશે.
જો 10 લાખ રૂપિયાની કાર લોન 7 વર્ષ માટે લેવામાં આવે છે તો તમારો હપ્તો દર મહિને 16,601 રૂપિયા થશે. 5 વર્ષ પૂર્ણ થવા પર તમારે વ્યાજ તરીકે 3,94,499 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે 5 વર્ષ પૂરા થયા બાદ 10 લાખ રૂપિયાના બદલે તમારે કુલ 13,94,499 રૂપિયા ચૂકવવા પડશે.












Click it and Unblock the Notifications
