For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર ઇન્કમ ટેક્સ પર હેલ્થ સેસ લાદી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 નવેમ્બર : કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર કરદાતાઓ પર વધુ એક બોજ નાખવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર આગામી સમયમાં એજ્યુકેશન સેસની જેમ હવે હેલ્થ સેસ લાદવાની તૈયારી કરી રહી છે. તેનો મુખ્ય હેતુ હેલ્થ સેક્ટરને વધારે સારી રીતે વિકસિત કરવાનો છે. આ માટે સરકાર હેલ્થ સેસ લાદીને હેલ્થ સેક્ટર વિકસાવવા માંગે છે.

આ સંદર્ભમાં સ્વાસ્થ્ય મંત્રાલયે નાણા મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કરી લીધી છે. નાણા મંત્રાલયે આ સંદર્ભમાં સ્વાસ્થ્ય મંત્રાલયને દરખાસ્ત તૈયાર કરી રાખવા જણાવ્યું છે. હેલ્થ સેસ લાગવાથી ઇન્કમ ટેક્સ પેયર્સે ઇન્કમ ટેક્સ પર એજ્યુકેશન સેસ ઉપરાંત હેલ્થ સેસ પણ ચૂકવવી પડશે. આ કારણે તેમના પર બોજ વધશે.

laptop-women-1

સરકાર હવે એ વિચાર કરી રહી છે કે હેલ્થ સેસ કેટલી લગાવવામાં આવે? ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારમાં જ્યારે પી. ચિદમ્બરમ નાણા મંત્રા હતા, ત્યારે તેમણે 2 ટકા એજ્યુકેશન સેસ અને 1 ટકા હાયર એજ્યુકેશન સેસ લગાવી હતી. ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે આ સેસ કામચલાઉ છે અને થોડા સમય બાદ તેને દૂર કરવામાં આવશે. આમ છતાં હજી સુધી તેને પાછી ખેંચવામાં આવી નથી. હવે કરદાતાઓ પર હેલ્થ સેસ લાદવાની તૈયારી કરવામાં આવી છે.

હેલ્થ સેસની જરૂર શા માટે?
ભારતના ઇકોનોમિક સર્વે અનુસાર વર્ષ 2011-12માં જીડીપીની તુલનામાં હેલ્થ સેક્ટરનું પ્રમાણ માત્ર 1.8 ટકા હતું. સરકાર વર્ષ 2016-17માં તેને વધારીને 2.5 ટકાથી 2.8 ટકા જેટલું કરવા માંગે છે. આ માટે હેલ્થ સેક્ટરમાં ખર્ચ કરવો જરૂરી છે. આ ખર્ચાની વ્યવસ્થા કરવા માટે હેલ્થ સેસ લગાવવામાં આવશે.

કરદાતાઓ પર કેટલો બોજ?
પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્કમ ટેક્સ પર 2 ટકા જેટલી હેલ્થ સેસ લગાવવામાં આવી શકે છે. આ કારણે જો એજ્યુકેશન સેસ અને હેલ્થ સેસની ગણતરી કરીએ તો કુલ સેસ 5 ટકા સુધી પહોંચી જશે. આ કારણે જે કરદાતાઓને રૂપિયા 5000 ઇન્કમ ટેક્સ લાગે છે તેમણે રૂપિયા 250 વધારે ચૂકવવા પડશે.

English summary
Narendra Modi government planning to take health cess on Income Tax.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X