For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેક ઇન ઇન્ડિયા'ને સફળ બનાવવા મોદી સરકાર બજેટ 2015માં ટેક્સ, ડ્યુટી ઘટાડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જાન્યુઆરી : નરેન્‍દ્ર મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના 'મેક ઇન ઇન્‍ડિયા'ને સફળ બનાવવા માટે સરકાર બજેટમાં મહત્વની અને આકર્ષક જાહેરાતો કરી શકે છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી મોટા પાયે મેક ઇન ઇન્‍ડિયાની જાહેરાત કરી ચુક્‍યા છે. તેમની જાહેરાતને અસરકારક રીતે સફળ બનાવવા મેન્‍યુફેકચરિંગને પ્રોત્‍સાહન આપવા માટે વિવિધ પગલા પર વિચારણા ચાલી રહી છે. આ સંબંધિત તમામ જાહેરાતો બજેટમાં જ કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે.

બજેટ 2015માં સરકાર કેવા પગલાં લઇ શકે તે જોઇએ...

ઇમ્પોર્ટ ડ્યુટી

ઇમ્પોર્ટ ડ્યુટી


માર્કેટના જાણકારોનું માનવું છે કે રો મેટેરિયલ અને અન્‍ય ધટકો પર આયાત ડયુટીના કારણે અંતિમ ચીજવસ્‍તુઓના ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. જેથી વૈશ્વિક બજારમાં ગળા કાપ સ્‍પર્ધામાં ટકી રહેવા માટે ભારતીય પેદાશો પર ડયુટીમાં ધટાડો કરવામાં આવે તે જરૂરી છે. સરકાર તમામ બાબતોની દિશામાં ધ્‍યાન આપી રહી છે.

ઇનવર્ટેડ ડયુટી

ઇનવર્ટેડ ડયુટી


સરકાર ઇનવર્ટેડ ડયુટી માળખાની તકલીફમાં પણ ધ્‍યાન આપી રહી છે. આ માળખા હેઠળ સ્‍થાનિકરીતે તૈયાર કરવામાં આવેલી ચીજો આયાત કરવામાં આવેલી ચીજો કરતા વધારે મોંધી રહે છે.

સ્‍પેશિયલ એડિશનલ ડયુટી

સ્‍પેશિયલ એડિશનલ ડયુટી


આ ડ્યુટીને તર્કસંગત બનાવવા પર બજેટમાં ધ્‍યાન આપવામાં આવી શકે છે. એસએડી હાલમાં ચાર ટકા છે. કેન્‍દ્રિય સેલ્‍સ ટેક્‍સ એસએડી કરતા ખુબ ઓછો છે.

ભારતમાં રોકાણ સરળ બનાવાશે

ભારતમાં રોકાણ સરળ બનાવાશે


સપ્‍ટેમ્‍બર મહિનામાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વિવિધ પગલા મારફતે ભારતેને મેન્‍યુફેકચરિગ પાવરહાઉસ બનાવી દેવાની વાત કરી ચુક્‍યા છે. રોકાણ આડે આવતી તકલીફોને દુર કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયા અને ધારાધોરણ હળવા કરવામાં આવી રહ્યા છે.

જીડીપીમાં મેન્યુફેક્ચરિંગની હિસ્સેદારી વધારવા ફોકસ

જીડીપીમાં મેન્યુફેક્ચરિંગની હિસ્સેદારી વધારવા ફોકસ


સરકાર ભારતના જીડીપીમાં મેન્‍યુફેકચરિંગની હિસ્‍સેદારી વર્તમાન 18 ટકાથી વધારીને 25 ટકા સુધી કરવાની યોજના ધરાવે છે. આગામી 10 વર્ષ માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે.

English summary
Narendra Modi government may rethink on tax, duties in Budget 2015 for Make In India success.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X