યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા
ભારતની અગ્રણી ખાનગી ઓઈલ કંપની નાયરા એનર્જીએ સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ નાખતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે.
કંપની દ્વારા ઈંધણના ભાવમાં કરાયેલા આ વધારા બાદ હવે પેટ્રોલ પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પ્રતિ લિટર 3 રૂપિયા જેટલું મોંઘું થયું છે.

ભાવ વધારાના અમલીકરણ બાદ નાયરાના પેટ્રોલ પંપ પર હવે પેટ્રોલની કિંમત 99.65 રૂપિયા અને ડીઝલનો ભાવ 93.07 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે.
રાહતની વાત એ છે કે અન્ય સરકારી કે ખાનગી ઓઈલ કંપનીઓએ હજુ સુધી પોતાના ઈંધણના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે વધારો કર્યો નથી.
વૈશ્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટમાં ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જેની સીધી અસર પડી છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધ અને ઈરાની તેલ સુવિધાઓ પરના હુમલાથી સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેનાથી ભારતમાં ઈંધણના ભાવ સતત વધી રહ્યા છે.












Click it and Unblock the Notifications
