For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્થતંત્રના ખરાબ તબક્કાની આગળ જોવાની જરૂર : મુકેશ અંબાણી

|
Google Oneindia Gujarati News

mukesh-ambani
મુંબઇ, 18 સપ્ટેમ્બર : દેશમાં ચાલી રહેલા વર્તમાન આર્થિક સંકટમાંથી દેશનું અર્થતંત્ર ઉગરી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીએ એક કાર્યક્રમમાં આજે જણાવ્યું કે આપણે દેશના ખરાબ તબક્કાની આગળ જોવાની જરૂર છે.

મુકેશ અંબાણીએ મંગળવારે મુંબઇમાં મોડી રાતના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે પણ આપણે આ ખરાબ તબક્કાની આગળ જોવાની જરૂર છે. ભારતને એક મજબૂત મનોસ્થિતિ અને સકારાત્મક દિશામાં વિચારવાની જરૂર છે. તેમણે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો કે તમામ નકારાત્મક બાબતો છતાં ભારત એક મોટી શક્તિ તરીકે ઉભરશે.

તેમણે જણાવ્યું કે મેં અનુભવ્યું છે કે મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રીત કરીને આપ લક્ષ્ય સુધી પહોંચી શકશો નહીં. તેના બદલે મુશ્કેલીઓને પાર કરવાના પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.

English summary
Need to look beyond economy's bad phase : Mukesh Ambani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X