For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબલ-DTH ગ્રાહકોને રૂ. 130 નો ફિક્સડ ચાર્જ ચૂકવવાની જરૂર નથી, શરતો પૂરી કરવી પડશે

કેબલ ટીવી અને ડીટીએચ અંગે ટ્રાઇના નવા નિયમો અમલમાં મૂકાયા છે. 1 ફેબ્રુઆરીથી કેબલ ટીવી અને ડીટીએચના નવા નિયમો અમલમાં મુકાયા છે.

|
Google Oneindia Gujarati News

કેબલ ટીવી અને ડીટીએચ અંગે ટ્રાઇના નવા નિયમો અમલમાં મૂકાયા છે. 1 ફેબ્રુઆરીથી કેબલ ટીવી અને ડીટીએચના નવા નિયમો અમલમાં મુકાયા છે. કેબલ ટીવી અને ડીટીએચનાં નવા નિયમો અનુસાર, તમે તમારી પસંદની ચેનલ્સને જોઈ શકશો અને તે જ ચેનલ્સ માટે કેબલ ચૂકવણી કરી શકશે. કેબલ ટીવીના નવા નિયમો રજૂ કર્યા પછી, ગ્રાહકોને દર મહિને 130 નો ફિક્સડ ચાર્જ અને જીએસટી ચૂકવવું પડશે. તે પછી તમારે જે ચેનલ જોવી છે તે ચેનલ માટે તમારે અલગથી ચુકવણી કરવી પડશે.

કેબલ ટીવીના નિયમોમાં ફેરફારો

કેબલ ટીવીના નિયમોમાં ફેરફારો

ગ્રાહકોને નવા નિયમો વિશે ઘણી મૂંઝવણ છે. લોકોની મૂંઝવણ દૂર કરવા માટે ટ્રાઈએ વેબસાઇટ પર વિગતવાર માહિતી આપી છે. ટેરિફ પ્લાન વિશે લોકોની આશંકા દૂર કરવા માટે તમે ટ્રાઇની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી આપી શકો છો. આ આશંકાઓ માંથી એક આશંકા લોકોમાં એ છે કે જો ગ્રાહક એકથી વધુ કનેક્શન ધરાવે છે, તો પછી તેને બીજા કનેક્શન માટે ફી ચૂકવવી પડશે.

ટ્રાઈનો નવો નિયમ

ટ્રાઈનો નવો નિયમ

ટ્રાઈએ તેના વિશેની માહિતી જાહેર કરી છે કે જો કોઈ પાસે બે કનેક્શન હોય તો બીજા કનેક્શન અથવા એકથી વધુ કનેક્શન માટે નેટવર્ક કેપેસીટી ફી (એનસીએફ) ફરજિયાત નથી. ટ્રાઇના નવા નિયમ અનુસાર નેટવર્ક કેપેસીટી ફી ફક્ત એક કનેક્શન માટે ચુકવવાની રહેશે. નેટવર્ક કેપેસીટી ફી વિશે જણાવી દઈએ કે આ તે ફી છે, જે કેબલ ઓપરેટરો હાલમાં 130 રૂપિયાના ફિક્સડ ચાર્જ તરીકે લઇ રહ્યા છે.

100 SD ચેનલો માટે નેટવર્ક કેપેસીટી ફી

100 SD ચેનલો માટે નેટવર્ક કેપેસીટી ફી

આ ફી તમારે ફક્ત પ્રથમ કનેક્શન માટે ચૂકવવી પડશે. નોંધપાત્ર છે કે, ટ્રાઈએ પ્રથમ 100 SD ચેનલો માટે વધુ રૂ 130 ની નેટવર્ક કેપેસીટી ફી નક્કી કરી છે. આ ઉપરાંત 25 વધારાની ચેનલો લેવા પર 20 રૂપિયા અલગ ચાર્જ આપવો પડશે. તે મહત્વનું છે કે આશરે 17 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહકો માં આશરે 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહકોએ તેમની પસંદગીની ચેનલો પસંદ કરી નવી ફી સિસ્ટમને અપનાવી લીધી છે. જેમાં 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહકો અને 2.5 ડીટીએચ ગ્રાહકો છે.

English summary
Network capacity fee not mandatory for users with multiple tv connections: TRAI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X