મે ક્યારેય ઈશા, આકાશ અને અનંત વચ્ચે ભેદભાવ નથી રાખ્યો, વ્યવસાયમાં ત્રણે સમાન ભાગીદારઃ નીતા અંબાણી
Nita Ambani: એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનુ કહેવુ છે કે પોતે છોકરાઓને સમકક્ષ છે એ શીખવા માટે છોકરીઓએ પોતાના ઘરોમાં એ જોવુ પડશે કે કેવી રીતે તેમણે પોતાના ત્રણે બાળકો, કે જેમનેઉત્તરાધિકારની યોજનામાં રિલાયન્સનો સમાન હિસ્સો મળ્યો છે, તેમાં ક્યારેય ભેદભાવ નથી કર્યો.
તમને જણાવી દઈએ કે મુકેશ અને નીતા અંબાણીને ત્રણ બાળકો છે - જોડિયા ઈશા અને આકાશ તેમજ અનંત. આ ત્રણેને હાલમાં જ ભારતની સૌથી મૂલ્યવાન કંપનીના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેના લગભગ ત્રણ સમાન કાર્યક્ષેત્રોને સંભાળવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પીરામલ ગ્રૂપના અજય અને સ્વાતિ પિરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કરનાર ઈશાને રિટેલ, આકાશને ડિજિટલ/ટેલિકોમ અને અનંતને નવા એનર્જી બિઝનેસ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સીએનબીસી ઈન્ટરનેશનલને આપેલા ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ પતિ મુકેશ સાથેના સંબંધો સહિત તેમના પારિવારિક જીવન વિશે વાત કરી હતી.
તેમણે કહ્યુ કે, 'અમે એકબીજા પાસેથી ઘણું શીખ્યા છીએ. જેમ કે હું કહું છુ, મુકેશના જીવનમાં ફ્લડલાઇટ્સ છે... તે પોતાના સમય કરતા ઘણુ આગળ વિચારે છે. જ્યારે હું ઝીણવટભરી વિગતોમાંજઉ છુ, ત્યારે તે તેને સ્પૉટલાઇટ્સ કહે છે.'
તે હંમેશા તેમના બાળકોને કહે છે કે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય યોગ્ય જીવનસાથીની પસંદગી કરવાનો છે, એમ કહીને તેમણે જણાવ્યુ કે, 'મુકેશ, જે મારા શ્રેષ્ઠ મિત્ર અને મારા જીવન સાથી છે તેમને મેળવીને હું ખૂબ જ ધન્ય છું અને તમે જાણો છો, અમે અમારા બાળકો અને અમારા પૌત્રોનો ઉછેર કરીને જીવનની સફરનો આનંદ માણ્યો છે.'
નીતા અંબાણી કહે છે કે તેમને હજુ પણ એ જ કામ કરવાનુ ગમે છે તે તેઓ બાળપણમાં કરતા હતા. તે મને ડ્રાઈવ પર લઈ જતા, અમે હિંદી સંગીત સાંભળતા, સ્ટ્રીટ ફૂડ ખાવાનુ મને ગમે છે, મને રસ્તા પર મળતી ભેળ ગમે છે અને એને પોતાની ડોસા ઈડલી ગમે છે. અમને અત્યારે પણ એ જ ગમે છે જે પહેલા ગમતુ હતુ. આ એ મૂલ્ય છે જેને આપણે વાસ્તવમાં રોજ પોતાના પરિવારને પ્રેમ કરીએ છીએ. પોતાના વડીલોનુ સમ્માન કરીએ છીએ. ઈમાનદાર, વિનમ્ર હોઈએ. મને લાગે છે કે ઘણુ બધુ નથી બદલાયુ.
બાળકો વિશે તેમણે કહ્યુ કે, જોડિયા બાળકોની મા ઈશા નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર(એનએમએસીસી)ના લૉન્ચ માટે તૈયાર હતી અને હવે તે અમારો રિટેલ બિઝનેસ સંભાળી રહી છે. મને લાગે છે કે છોકરીઓએ એ શીખવા માટે કે એ સમાન છે, તેમણે એ જોવુ પડશે કે (તેમના) ઘરોમાં તેમના ગુરુ છે જે જાણે છે કે તે છોકરાઓથી કમ નથી. મે ક્યારેય ઈશા અને આકાશ અને અનંત વચ્ચે ભેદભાવ નથી રાખ્યો. જે પણ મારા છોકરાઓ કરી શકતા હતા, એ જ મારી દીકરી પણ કરી શકતી હતી. અને આ જ રિલાયન્સના ઉત્તરાધિકારમાં પરિલક્ષિત થયુ છે. ઈશાના લગ્ન પરિમલ સાથે થયા છે પરંતુ તેને પોતાના ભાઈઓને સમાન વ્યવસાયમાં હિસ્સો મળી રહ્યો છે.
તેમણે કહ્યુ કે, 'આકાશ, ઈશા અને અનંત અને સમગ્ર યુવા પેઢી રિલાયન્સ અને ભારત માટે આગામી નેતૃત્વ બનવા જઈ રહી છે. તે ત્રણેયમાં, મને અલગ-અલગ ગુણો દેખાય છે. મારા સૌથી નાના અનંતમાં હું એક દયાળુ યુવાન જોઉં છું જે વિશ્વને વધુ સારી જગ્યા બનાવવામાં માને છે.'
આકાશ Jio દ્વારા ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યો છે. ઈશા રિલાયન્સ ફાઉન્ડેશનમાં સક્રિય રસ લેવા ઉપરાંત રિટેલનું નેતૃત્વ કરી રહી છે. આ ત્રણેય રિલાયન્સમાં કામ કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. તેમની પોતાની શક્તિઓ છે.' તેઓ તેમના બાળકોને તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમને મજબૂત બનાવવા કહે છે. તેમણે ઉમેર્યુ કે, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ જન્મતો નથી અથવા કોઈ સંપૂર્ણ હોઈ શકતું નથી. અને ભૂલો કરવી ઠીક છે. તમે તમારી સફળતાઓ કરતાં તમારી ભૂલોમાંથી ઘણું શીખો છો. નમ્ર બનો, દયાળુ બનો. લોકો સાથે આદરપૂર્વક વર્તો. હું ખૂબ જ ખુશ છું. નવી યુવા પેઢી કે જે રિલાયન્સમાં વિકસી રહી છે.
ભરતનાટ્યમ નૃત્યાંગના, નીતાએ કહ્યું કે NMACCની સ્થાપના કરવાની પ્રેરણા ત્યારે મળી જ્યારે તેમણે ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયાની મુલાકાત લીધી અને સિડની ઓપેરા હાઉસ જોયું. તે સમયે, મેં વિચાર્યું, શા માટે ભારત પાસે પોતાનું એવું કંઈક ન હોઈ શકે? તેથી ઑસ્ટ્રેલિયામાં તે સમયે આ વિચાર ખરેખર શરૂ થયો. અને આને જીવંત કરવામાં અમને એક દાયકાનો સમય લાગ્યો છે.' આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક્સ સમિતિના સભ્ય નીતાએ જણાવ્યું હતું કે ભારત ઑલિમ્પિક્સની યજમાની કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જેમ આપણને ભારતમાં ઑલિમ્પિક્સ કરાવવાનું ગમશે, તેવી જ રીતે ઑલિમ્પિક્સ પણ ભારતના 1.4 અબજ લોકોને અવગણી શકે નહીં. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની શાખા, રિલાયન્સ ફાઉન્ડેશનના વડા પણ છે.












Click it and Unblock the Notifications
