1 જુલાઇથી બદલાઇ જશે SBIનો લૉકર એગ્રીમેન્ટ, સહી કરશો તો જ મળશે અઢળક લાભ
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા એટલે કે એસબીઆઇએ લૉકરને લઇ મોટી પહેલ કરવા જઇ રહી છે. એસબીઆઇ પોતાના લૉકરના નિયમ બદલવા જઈ રહી છે. 30 જૂન બાદ લૉકરના નવા નિયમ લાગૂ થઇ જશે. એવામાં જો તમારી પાસે પણ એસબાઇઈમાં લૉકર હોય તો તરત જ તમારી બેંકની બ્રાન્ચનો સંપર્ક કરવો જોઈએ.
દેશની સરકારી બેંકોમાં લૉકર રાખવનારાઓ માટે આરબીઆઈએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેને ધ્યાનમાં રાખીને હવે બેંકો લૉકર એગ્રીમેન્ટ બદલી રહી છે. બેંકો પોતાના ગ્રાહકો પાસે જલદી જ આ નવા એગ્રીમેન્ટ પર સહી કરાવવા માંગે છે. માટે ગ્રાહકોએ પોતાની લૉકર વાળી બ્રાન્ચનો તરત જ સંપર્ક કરવો જોઈએ.

એસબીઆઇએ લૉકર લેનાર ગ્રાહકોને તુરંત નવા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની અપીલ કરતું એક ટ્વીટ કર્યું છે. જેમાં એસબીઆઇએ કહ્યું, "ડિયર કસ્ટમર, રિવાઇઝ્ડ લૉકર એગ્રીમેન્ટના સેટલમેન્ટ માટે કૃપયા તમારી બ્રાન્ચમાં જાઓ. જો તમે પહેલેથી જ અપડેટેડ એગ્રીમેન્ટ પર સહી કરી ચૂક્યા છો, તો પણ સપ્લીમેન્ટ્રી એગ્રીમેન્ટ પર સહી કરવી જરૂરી છે."
જે ગ્રાહક તરત આ નવા એગ્રીમેન્ટ પર સહી કરશે, તેમને તે સમયે જ કેટલાય લાભ મળવા શરૂ થઇ જશે. આરબીઆઇએ આ મામલે પહેલેથી જ જણાવી દીધું છે. નવા એગ્રીમેન્ટ અંતર્ગત જો લૉકરમાં નુકસાન થાય છે, તો બેંકેં વળતર આપવું પડશે. અત્યાર સુધી આવું પ્રાવધાન નહોતું. જો નવા એગ્રીમેન્ટ પર સહી કર્યા બાદ લૉકરમાંથી ચોરી, લૂંટ, બેંકની લાપરવાહી અથવા તેના કર્મચારીઓ તરફથી કોઈપણ પ્રકારની ઘટના બને છે તો બેંક તેની ભરપાઇ કરશે. આ વળતર લૉકરના વાર્ષિક ભાડાના 100 ગણા બરાબર સુધી હશે.
આરબીઆઇએ પણ ગ્રાહકોને 23 જાન્યુઆરી 2024ના રોજ જાહેર સર્ક્યુલર મુજબ પોતાના બેંકોમાં નવા એગ્રીમેન્ટ પર સહી કરી લેવાની અપીલ કરી છે. આરબીઆઇએ બેંકોને 30 જૂન સુધીમાં 50 ટકા ગ્રાહકો પાસેથી નવા એગ્રીમેન્ટ પર સહી કરાવી લેવા જણાવ્યું છે. જે બાદ બાકીના બચેલા ગ્રાહકોમાંથી 75 ટકા ગ્રાહકો પાસેથી 30 સપ્ટેમ્બર સુધીમાં એગ્રીમેન્ટ પર સહી કરાવી લેવી પડશે.
અહીં વધુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, નવા લૉકર એગ્રીમેન્ટ આરબીઆઇના નિર્દેશ પર તૈયાર થયેલ છે. એવામાં જો તમારી પાસે એસબીઆઇ ઉપરાંત અન્ય કોઈપણ બેંકનું લૉકર છે, તો તમારે પણ આ એગ્રીમેન્ટ પર સહી કરવાની થશે. એવામાં લૉકર ધરાવતા ગ્રાહક તરત જ પોતાની બ્રાન્ચનો સંપર્ક કરે તે જરૂરી છે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
