For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2021: પેટ્રોલ-ડીઝલ પર લગાવવામાં આવી કૃષિ સેસ, જાણો તમારા પર શું થશે અસર

પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાવવાની ઘોષણા પણ કરી છે. જાણો તમારા પર શું થશે અસર.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ agriculture cess on Petrol Diesel નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધુ છે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાવવાની ઘોષણા પણ કરી છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે પેટ્રોલ પર 2.5 રૂપિયા પર્તિ લિટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટર ફાર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ(એસઆઈડીસી) લગાવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે આ સેસ લાગ્યા બાદ ઈંધણની કિંમતોમાં વધારો કરવામાં આવશે પરંતુ નાણામંત્રીએ આવી સંભાવનાઓને ફગાવી દીધી છે.

petrol

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે આ સેસ લાગવાથી કસ્ટમર પર કોઈ વધુ બોજો નહિ પડે કારણકે આ સાથે સાથે પેટ્રોલ-ડીઝલપર બેઝિક સીમા શુલ્કને ઘટાડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ અનબ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશઃ 1.4 રૂપિયા અને 1.8 રૂપિયા પ્રતિ લિટરના મૂળ ઉત્પાદન શુલ્કને ઘટાડી શકાશે.

અમે ગ્રાહકો પર વધુ બોજો નહિ નાખીએઃ નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યુ કે, 'મે પેટ્રોલ-ડીઝલ પર એક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ(AIDC)નો પ્રસ્તાવ મુક્યો છે. જો કે આ સેસને લાગુ કરતી વખતે અમે ધ્યાન રાખ્યુ છે કે અમે ગ્રાહકો પર વધુ બોજ ન નાખીએ.' ભલે નિર્મલા સીતારમણે કૃષિ સેસ લાગવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતોને સામાન્ય જનતા માટે કોઈ અસર ન પડવાની વાત કરી હોય પરંતુ એક્સપર્ટનુ માનવુ છે કે જોવાની વાત એ રહેશે કે કેટલા સમય સુધી આ સીધી રીતે સામાન્ય જનતાના ખિસ્સા પર અસર નહિ કરે.

Budget 2021: બજેટમાં શું સસ્તુ-શું મોંઘુ થયુ, જુઓ આખુ લિસ્ટBudget 2021: બજેટમાં શું સસ્તુ-શું મોંઘુ થયુ, જુઓ આખુ લિસ્ટ

English summary
Nirmala Sitaraman announced agriculture cess on Petrol and diesel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X