Union Budget 2019: જાણો નાણામંત્રી નિર્મલા સીતારમણની ખાસ વાતો
આજે સંસદમાં એક મહિલા દેશનુ બજેટ રજૂ કરવાના છે તે પોતાનામાં એક મોટી વાત છે, ચાલો જાણીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વિશે કંઈ ખાસ વાતો...
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં પોતાનુ પહેલુ સામાન્ય બજેટ રજૂ કરશે જેમાં તે અર્થવ્યવસ્થામાં ઝડપ લાવવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા, સરકારી રોકાણમાં વધારો કરવા સાથે ખાનગી રોકાણને આકર્ષિત કરવાનો ઉપાય કરવા, ઉપભોગ વધારવાની નીતિ અપનાવવા અને વેતનદારોને આવકવેરા અને વિવિધ વેરામાં છૂટ દ્વારા ખુશ કરવાની કોશિશ કરી શકે છે. આજે સંસદમાં એક મહિલા દેશનુ બજેટ રજૂ કરવાના છે તે પોતાનામાં એક મોટી વાત છે, ચાલો જાણીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વિશે કંઈ ખાસ વાતો...

નિર્મલા સીતારમણ દેશની બીજા મહિલા નાણામંત્રી
પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારમણ દેશની બીજી મહિલા નાણામંત્રી છે. જો કે ઈન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી રહેવા સાથે સાથે નાણા મંત્રાલયનો અધિક પ્રભાર સંભાળ્યો હતો અને દેશનું બજેટ રજૂ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી રહીને ઈન્દિરા ગાંધીએ થોડા સમય માટે નાણા મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પોતાની પાસે રાખ્યા હતા પરંતુ નિર્મલા સીતારમણે પાસે આગામી 5 વર્ષો માટે નાણા મંત્રાલયની જવાબદારી છે.

મોદી સરકાર વનમાં પહેલા મહિલા સંરક્ષણ મંત્રી
આ પહેલા નિર્મલા સીતારમણ મોદી સરકાર વનમાં પહેલી મહિલા સંરક્ષણ મંત્રી બન્યા હતા. નિર્મલા સીતારમણના પિતા રેલવેમાં હતા એટલે તેમનુ બાળપણ ઘણા શહેરોમાં પસાર થયુ પરંતુ તેમણે જેએનયુમાંથી ઈકોનૉમિક્સમાં માસ્ટરની ડિગ્રી મેળવી છે.

લગ્ન ડૉક્ટર પરાકાલા પ્રભાકર સાથે થયા
તેમના લગ્ન પરાકાલા પ્રભાકર સાથે થયા, અભ્યાસ માટે તેમના પતિ લંડન જતા રહ્યા જેમની સાથે નિર્મલા સીતારમણ પણ લંડનમાં રહેવા લાગ્યા. ત્યાં તેમણે એક હોમ સ્ટોરમાં સેલ્સગર્લ તરીકે પણ કામ કર્યુ હતુ. ત્યારબાદ તે સીનિયર મેનેજર બની ગઈ.

નાણામંત્રી નિર્મલા સીતારમણ સારા વક્તા છે
વર્ષ 2003થી 2005 સુધી તે નેશનલ કમિશન ફૉર વુમનની સભ્ય રહી. તે એક સારી વક્તા છે એટલા માટે તેમણે ભાજપના પ્રવકતા તરીકે ઉત્કૃષ્ટ કામ કર્યુ, 2017માં સીતારમણને સંરક્ષણ મંત્રીનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો. તેમના નામો વિશે પીએમ મોદી સાથે સાથે વિરોધીઓએ પણ પ્રશંસા કરી.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
