For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં નવું રોકાણ થઇ રહ્યું નથી : સર્વે

|
Google Oneindia Gujarati News

investment-300
નવી દિલ્હી, 26 જુલાઇ : દેશમાં વર્તમાન સમયમાં નવું રોકાણ લગભગ નહીંવત છે. આ અંગે એક સર્વેક્ષણમાં જેટલી કંપનીઓ સાથે વાત કરવામાં આવી છે તેમાંથી લગભગ અડધી કંપનીઓએ જણાવ્યું છે કે તેઓ હાલમાં રોકાણ કરવાની કોઇ યોજના ધરાવતા નથી.

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) અને લેખા પરીક્ષણ કંપની પ્રાઇસવૉટરહાઉસકૂપર્સ (પીડબલ્યુસી) એ સંયુક્ત રીતે કરેલા એક સર્વેક્ષણ (ઇન્ડિય મેન્યુફેક્ચરિંગ બેરોમીટર)ના અનુસાર સુસ્ત આર્થિક વિકાસ અને ઉત્પાદનમાં ઘટાડાને કારણે ઉત્પાદન કંપનીઓ અત્યાંત સાવચેતીપૂર્વક પગલાં ભરી રહી છે.

સર્વેક્ષણમાં સામેલ 73 ટકા કંપનીઓએ જણાવ્યું કે વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ઘરેલુ સુસ્તીને કારણે ગ્રાહકોની જરૂરિયાત અને આશાઓ બદલાઇ ગઇ છે. 42 કંપનીઓએ પોતાના ઉત્પાદનોમાં વધારાની સુવિધાઓ આપવા માંગે છે તેમ જણાવ્યું છે. જ્યારે 76 ટકા કંપનીઓએ જણાવ્યું કે કિંમત ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પીડબલ્યુસી ઇન્ડિયાએ ઔદ્યોગિક ઉત્પાદન પ્રમુખ બિમલ તન્નાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે "સુસ્ત આર્થિક વિકાસના માહોલમાં કંપનીઓ દ્વારા દેખાડવામાં આવી રહેલી સતર્કતા આશ્ચર્યજનક નથી. જો કે એવું લાગે છે કે કંપનીઓ આ સમયગાળાનો ઉપયોગ સુધારો કરવા માટે અને ભવિષ્ય માટે તૈયાર થવામાં કરી રહી છે."

English summary
No new investment coming in country : Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X