For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોમિની V/S લીગલ હાયર : મૃતકની FDની રકમ બેંક કોને ચૂકવે?

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ સેવિંગ્સ બેંક એકાઉન્ટ હોલ્ડર અથવા ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડરનું મૃત્યુ થાય ત્યારે બેંક બાકી ચૂકવણી કરવામાં હંમેશા ચબરાક બનીને કામ લેતી હોય છે.

આ બાબતને સમજવા ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે એક સેવિંગ બેંક એકાઉન્ટ હોલ્ડર છે. જેમનું મૃત્યુ થયું છે. હવે બેંક ડિપોઝિટ પાકી જાય છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં તેમણે પોતાના નોમિનીનું નામ લખ્યું છે. મહત્વની બાબત એ છે કે નોમિનીની સાથે અધિકાર પ્રાપ્ત લીગલ હાયર પણ તે ફિક્સ્ડ ડિપોઝિટની રકમ પર દાવો માંડી શકે છે.

stock-market-12

હવે બેંક શું કરશે કે લીગલ હાયરને સક્શેસન સર્ટિફિકેટ લાવવા માટે જણાવશે. આ ઉપરાંત હાયરે કોર્ટમાંથી નોમિનીને બદલે તેને ફિક્સ્ડ ડિપોઝિટની રકમ મળે તે માટેનું ઇન્જક્શન લાવવું પડે છે.

જો કેટલાક કિસ્સામાં દાવો કરી શકે તેવા લીગલ હાયર ના હોય તો બેંક નોમિનીને બેંક એકાઉન્ટની રકમ અને ફિક્સ્ડ ડિપોઝિટની રકમ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરે છે. નોંધનીય છે કે જો લીગલ હાયર કોર્ટ તરફથી કોઇ પણ પ્રકારનઓ ડીક્રી, ઓર્ડર, સર્ટિફિકેટ કે અન્ય સત્તા દર્શક દસ્તાવેજ રજૂ કરે તો બેંક નોમિનીને નાણાની ચૂકવણી કરી શકતી નથી.

જ્યારે પણ મૃત્યુના કિસ્સામાં લીગલ હાયર કોઇ પ્રકારનો દાવો રજૂ કરે ત્યારે હંમેશા વિવાદ ઉભો થાય છે. બેંકે કાયદાકીય નિર્દેશો પ્રમાણે પ્રક્રિયા હાથ ધરવી પડે છે.

English summary
Nominee Vs Legal Heir: Whom Should the Bank Pay Fixed Deposit Amount of a Dead Person?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X