For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બધાને નહિ મળે EMIમાં રાહત, જાણો RBI ગવર્નરના નિર્દેશોમાં શું છે લોચો

બેંકોએ આ ત્રણ મહિનાનુ વ્યાજ ન લેવાની પણ સલાહ આપી છે પરંતુ આરબીઆઈએ પોતાના આ આદેશમાં અમુક શક્યતાઓ બેંકો પર છોડી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ વચ્ચે આરબીઆઈએ આજે ભારતની આર્થિક સ્થિતિને જાળવી રાખવા માટે ઘણા ઉપાયોનુ એલાન કર્યુ છે. આમાં સૌથી મોટી રાહત સામાન્ય લોકોના લોનમાં ત્રણ મહિનાની ઈએમઆઈમાં રાહત માનવામાં આવી રહી છે. સાથે બેંકોએ આ ત્રણ મહિનાનુ વ્યાજ ન લેવાની પણ સલાહ આપી છે પરંતુ આરબીઆઈએ પોતાના આ આદેશમાં અમુક શક્યતાઓ બેંકો પર છોડી છે.

આરબીઆઈએ કર્યો ‘અનુમતિ' શબ્દનો ઉપયોગ

આરબીઆઈએ કર્યો ‘અનુમતિ' શબ્દનો ઉપયોગ

આરબીઆઈએ આ અંગે પોતાના આદેશમાં કહ્યુ કે તે બધી બેંકોને આમ કરવાની અનુમતિ આપે છે. તેમણે અનુમતિ શબ્દનો ઉપયોગ કર્યો છે, નહિ કે આદેશનો. હવે આ તમારી બેંક પર નિર્ભર કરે છે કે તે આની રાહત તમારા સુધી પહોંચાડે છે કે નહિ. આરબીઆઈએ પોતાના એલાનમાં બધો નિર્ણય બેંકો પર છોડી દીધો છે. એ નક્કી કરશે કે તેમણે ગ્રાહકોને રાહત આપવી છે કે નહિ.

ખાનગી બેંકો માટે ફસાયો પેચ

ખાનગી બેંકો માટે ફસાયો પેચ

બની શકે છે કે જે લોકોએ સરકારી બેંકો પાસેથી લોન લીધી છે તેમણે સરકારી બેંક આરબીઆઈની સલાહનુ સંપૂર્ણપણે પાલન કરવુ પડે પરંતુ ખાનગી બેંક જરૂરી નથી કે આ સલાહને સંપૂર્ણપણે માને જ. બની શકે કે ખાનગી બેંક માત્ર અમુક ખાસ લોનને જ આ સ્કીમ હેઠળ શામેલ કરે. જેમ કે બની શકે કે માત્ર કાર લોન કે પર્સનલ લોનને જ આ કેટેગરીમાં શામેલ કરે અને પોતાની રીતે એની લિમિટ પણ નક્કી કરી દે. PERMIT TO AllOW શબ્દનો ઉપયોગ કરીને આરબીઆઈએ બેંકોને એક રીતે એ નક્કી કરવાની છુટ્ટી આપી દીધી છે.

રેપો અને રિવર્સ રેપો ઘટાડવામાં આવ્યા

રેપો અને રિવર્સ રેપો ઘટાડવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારી વચ્ચે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને અર્થવ્યવસ્થા વિશે અમુક જરૂરી એલાન કર્યા. શક્તિકાંત દાસે મીડિયાને સંબોધિત કરતા રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટની કટોતી કરી છે, જે બાદ રેપો રેટ 5.15થી ઘટીને 4.2 ટકા થઈ ગયો છે. રિઝર્વ બેંકના આ નિર્ણયથી RBI ઓછા ઈન્ટરેસ્ટ રેટ પર બેંકોને લોન આપશે.જ્યારે રિઝર્વ રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે અને હવે આ ઘટીને 4.9 ટકાથી ઘટીને 4 ટકા થઈ ગયો છે. તેમણે કહ્યુ કે કોરોનાની અસરથી દેશની જીડીપી પર ખરાબ પ્રભાવ પડવાનો છે.

આ પણ વાંચોઃ દરિયામાં જ ક્વૉરંટાઈનઃ 2000 લોકોની ગુજરાતથી 5 કિમી દૂર વ્યવસ્થા કરાઈઆ પણ વાંચોઃ દરિયામાં જ ક્વૉરંટાઈનઃ 2000 લોકોની ગુજરાતથી 5 કિમી દૂર વ્યવસ્થા કરાઈ

English summary
Not Everyone Will Get Relief In EMI, Know What Is Wrong In Instructions Of RBI GOVERNOR
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X