• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમૂલ આણંદના મોગરમાં સ્થાપશે બેકરી પ્લાન્ટ

|

આણંદ, 10 ઓગસ્ટ : 'ટેસ્ટ ઓફ ઇન્ડિયા'ની ટેગલાઇન સાથે ઓળખાતી દેશની સૌથી મોટી ડેરી બ્રાન્‍ડ અમૂલ દ્વારા સતત નવા ક્ષેત્રોમાં વિસ્તાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સિલસિલો જાળવી રાખીને અમૂલે હવે બેકરી પ્રોડકટસ પર નજર ઠેરવી છે. આણંદ ખાતેના એક પ્‍લાન્‍ટમાં શરૂ કરવામાં આવેલા પાઇલટ પ્રોજેકટ અંતર્ગત બ્રેડ બન, કૂકીઝ વગેરેની માંગ સંતોષી શકાય એમ નથી. આથી તે નવો પ્લાન્ટ શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે.

અમૂલ છેલ્લા બે વર્ષ વર્ષથી કૂકીઝનું વેચાણ કરે છે. આ પ્રોડક્ટ્સ અમદાવાદ અને વડોદરાના બજારમાં સપ્‍લાય થાય છે. વધતી માંગને પહોંચી વળવા અમૂલ ડેરી હવે બેકરી બિઝનેશ અને ખાસ કરીને કૂકીઝ ક્ષેત્રે વિસ્‍તરણ કરવાનું વિચારી રહી છે. કંપનીની હાલની ક્ષમતા મહિને 15થી 20 ટનની છે. જેમાં ચોકલેટ, મલ્‍ટિગ્રેઇન, બટર અને કોપરની જુદી જુદી બનાવટોનો સમાવેશ થાય છે.

amul-logo

આ અંગે અમૂલ ડેરીના એમડી રાહુલ કુમારે જણાવ્‍યું કે "અમે આણંદમાં મોગર ખાતે વાર્ષિક 20 ટનની ક્ષમતાનો કુકીઝ પ્‍લાન્‍ટ બનાવીશું. આ પ્રોડકટ લગભગ છ મહીના સુધી સારી રહે છે. બિસ્‍કીટ માર્કેટમાં ઝડપી વિકાસની નોંધપાત્ર સંભાવના છે. અમે કુકીઝ, બન અને બ્રેડના બજારમાં વાર્ષિક 40 ટનની વૃધ્‍ધિ જોઇ રહ્યા છીએ. અન્‍ય બ્રાન્‍ડસ તેમની પ્રોડકટસમાં બટરની ફલેવરનો ઉપયોગ કરે છે. અમે અમારા કુકીઝમાં 26 ટકા અમુલ બટરનો ઉપયોગ કરીએ છીએ." નોંધનીય છે કે છ મહિના પહેલા અમુલે કુકીઝના આકર્ષક પેકિંગ અને બ્રાન્‍ડિંગનો નિર્ણય લીધો હતો.

અમૂલ ડેરીના ટર્નઓવરમાં રૂપિયા 20 કરોડનો હિસ્‍સો ધરાવતા કુકીઝ બિઝનેશ પર હજુ અગ્રણી કંપનીઓનું ધ્‍યાન પડયું નથી. ભારતમાં કુકીઝ માર્કેટના અગ્રણી ખેલાડીઓમાં આઇટીસી (સનફીસ્‍ટ), બ્રિટાનીયા (ગુડ ડે), અને પારલે (હાઇડ એન્‍ડ સીક મિલાનો)નો સમાવેશ થાય છે. મુંબઇની એક બિસ્‍કીટ કંપનીના એકઝીકયુટીવે જણાવ્‍યું છે કે તેમને રૂપિયા 500 કરોડના કુકીઝ માર્કેટમાં અમુલના પ્રવેશની જાણ નથી તેમને બિસ્‍કીટનું બજાર રૂપિયા 15,000 કરોડ હોવાનો અંદાજ છે.

અગાઉ જીસીએમએમએફએ જુદી જુદી બ્રાન્‍ડ હેઠળ પ્રયોગિક ધોરણે ચા,કોફી,નાસ્‍તા અને મીનરલ વોટરનું વેચાણ કર્યુ હતું. જીસીએમએમએફના એમડી આર એસ સોઢીએ જણાવ્‍યું કે પ્રાયોગિક ચકાસણી સફળ થશે તો પણ રાષ્ટ્રીય સ્‍તરે લોન્‍ચિંગ માટે અત્‍યારથી કંઇ કહેવું ઉતાવળિયું ગણાશે. આ પ્રારંભિક તબક્કો છે. આ સેગમેન્‍ટ ધણુ સ્‍પાર્ધાત્‍મક છે અને તેનું માર્જિન પણ નીચું છે. બ્રાન્‍ડિંગમાં પણ ઘણા રોકાણની જરૂર પડશે.

lok-sabha-home

English summary
Now Amul will be 'Test of India' in 'Bakery Products'

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more