આનંદો! હવે નકલી નોટ લઇને અસલી નોટ આપશે બેન્ક

fake currency
બિકાનેર, 5 જુલાઇ : હવે જો આપની પાસે ભૂલથી પણ નકલી નોટ આવી ગઇ હોય તો ગભરાવવાની જરૂર નથી, કારણ કે એ નકલી નોટને તમે હવે કોઇ પણ બેન્કમાં જમા કરાવશો એ બેન્ક તમને બદલામાં અસલી નોટ આપી દેશે. એટલે કે આપના ખાતામાં પૂરેપૂરા રૂપિયા જમા થશે.

આરબીઆઇએ હાલમાં જ એક જાહેરનામુ બહાર પાડ્યું હતું જે એક જુલાઇથી લાગુ થઇ ગયું છે. બેન્કોને આરબીઆઇને રિપોર્ટિંગ કરવું ઓગસ્ટ 2013થી પ્રારંભ થશે. જો બેન્ક 100 અથવા એથી પણ વધારે નકલી નોટોની ઓળખ કરીને સૂચના આરબીઆઇ અને પોલીસને આપી દેશે તો નુકસાનની 25 ટકા ભરપાઇ આરબીઆઇ કરશે.

જાહેરનામા અનુસાર સામાન્ય વ્યક્તિ પર નકલી નોટોનું ભારણ પડવું જોઇએ નહીં. આરબીઆઇનું માનવું છે કે બેન્કોની વ્યવસ્થા એટલી અસરકારક બને કે તે નકલી નોટોનું જોખમ ઉઠાવવા માટે સમર્થ બને.

બેન્ક જો નકલી નોટોને પકડવામાં અસક્ષમ નીવડશે તો માનવામાં આવશે કે બેન્ક પણ નકલી નોટોના વહનમાં ભાગીદાર છે અને તેમની પર યોગ્ય કાનૂની કાર્યવાહી કરીને દંડ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X