For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે રાહત આપી, હવે પેંશનર્સ ઘરે બેઠા આ કામ કરી શકશે

કેન્દ્ર સરકારે રાહત આપી, હવે પેંશનર્સ ઘરે બેઠા આ કામ કરી શકશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ કાળમાં કેન્દ્ર સરકારે કેટલાય નિયમોમાં બદલાવ કર્યા છે. મોદી સરકારે વધુ એક રાહત આપતાં રિટાયર થયેલા કર્મચારીઓને ભેટ આપી છે. સરકારે નવા નિયમ મુજબ હવે સરકારી કર્મચારી ઘરે બેઠા-બેઠા જ પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. જણાવી દઈએ કે સરકારે પેંશનધારકોને પોતાના જીવન પ્રમાણપત્ર કરાવવાના મામલે મોટી રાહત આપી છે, જે મુજબ હવે પેંશનર્સ પોસ્ટમેનની મદદથી ઘરે બેઠા જ પોતાના જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. જેને ઈન્ડિયન પોસ્ટ બેંક અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ખાતાએ મળીને શરૂ કર્યું છે.

pension

કાર્મિક, લોક ફરિયાદ અને પેંશન મંત્રાલયના નવા આદેશ મુજબ હવે પેંશન ધારકો પોસ્ટમેનની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પોતાની બેંકમાં જમા કરાવી શકે છે. સરકારે કોરોના સંકટને ધ્યાનમાં રાખી આ ફેસલો લીધો છે. સરકારે કહ્યું કે કેન્દ્ર સરકારના રિટાયર્ડ કર્મચારી પોસ્ટમેનની મદદથી પોતાનું જીવન પ્રમાણપત્ર ઓનલાઈન જમા કરાવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે આ સેવા ફ્રી નહિ હોય. આ સર્વિસ માટે તમારે ચાર્જ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2014માં જ જીવન પ્રમાણ પોર્ટલના માધ્યમથી જીવન પ્રમાણપત્ર ઓનલાઈન જમા કરવાની સુવિધા શરૂ થઈ હતી.

જણાવી દઈએ કે પેંશનધારકોએ સમયે સમયે પોતાના જીવનપત્ર જમા કરાવવાના હોય છે. તેમણે ઑફલાઈનની સાથે જ ઑનલાઈન લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની પણ સુવિધા આપવામાં આવી છે. ઑફલાઈન સર્ટિફિકેટ જમા કરાવવાની તારીખ 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે હોય છે. જ્યારે તમે ઓનલાઈન માધ્યમથી પણ પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો.

મોદી સરકારના 2 લાખ કરોડના પેકેજથી PIL દ્વારા 10 સેક્ટરને સીધો લાભ થશેમોદી સરકારના 2 લાખ કરોડના પેકેજથી PIL દ્વારા 10 સેક્ટરને સીધો લાભ થશે

English summary
now submitting life certificates is become easy for pensioners
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X