હવે માર્કેટમાં રહેલી 2 હજાર રૂપિયાની નોટનું શું થશે? જાણો શું કહ્યું આરબીઆઈએ?
ગયા વર્ષે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2 હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ હજુ પણ ઘણા લોકોએ નોટો જમા કરાવી નથી.
આરબીઆઈ પાસે નોટ એક્સચેન્જ અને ડિપોઝીટ માટે સમયમર્યાદા હતી. જો કે, 2 હજાર રૂપિયાની નોટ હજુ પણ સિસ્ટમમાં સંપૂર્ણ રીતે પાછી આવી નથી.

RBI હાલમાં નોટો જમા કરાવવાની સુવિધા આપી રહી છે. લોકો પોતાના શહેરની RBI ઓફિસમાં સરળતાથી નોટો જમા કરાવી શકે છે. આ સિવાય તે 2000 રૂપિયાની નોટ પોસ્ટ દ્વારા પણ જમા કરાવી શકે છે.
હવે હાલમા જ આરબીઆઈએ 2 હજાર રૂપિયાની નોટને લઈને એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. આમાં 1 એપ્રિલને બાદ કરતા ભારતીય રિઝર્વ બેંકની પ્રાદેશિક કચેરીઓમાં 2,000ની નોટો જમા કરવા જણાવ્યુ છે.
બેંકે નાણાકીય વર્ષના પ્રથમ દિવસે ખાતું બંધ કરવાનું હોય છે. ખાતા બંધ થવાને કારણે RBI 1 એપ્રિલે સામાન્ય લોકો માટે બંધ રહે છે.
જો હજુ પણ તમારી પાસે 2 હજાર રૂપિયાની નોટ છે તો તમને જણાવી દઇએ કે તમે 2 એપ્રિલ બાદથી બદલી શકો છો.












Click it and Unblock the Notifications
