પહેલીવાર 50 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી કિંમત, ભારત માટે ફાયદો

પહેલીવાર 50 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી કિંમત, ભારત માટે લાભ

નવી દિલ્હીઃ ગ્લોબલ ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઓપેક દેશ હાલ કોઈ આવાં પગલાં નથી ભવા જઈ રહ્યો જેનાથી ઓઈલની કિંમતો પ્રભાવિત થાય, માટે આ વર્ષે પહેલીવાર આવું જોવા મળ્યું છે જ્યારે ન્યૂયોર્કમાં ઓઈલની કિંમતો 50 ડૉલર પ્રતિ બેરલથી પણ નીચે ચાલી ગઈ હોય. હવે સૌની નજર અર્જેન્ટીનામાં થવા જનાર જી20 સંમેલન પર છે, જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ઓઈલ પર મ્યુચ્યુઅલ સહયોગ માટે ચર્ચા કરશે.

50 ડૉલરથી ઘટી કિંમતો

50 ડૉલરથી ઘટી કિંમતો

સાઉદી અરબ અને અમેરિકાના શેલથી ઉત્પાદન ફરી વધવાનું શરૂ થઈ રહ્યું છે. પાછલા 10 અઠવાડિયા સુધી યૂએસ ક્રૂડ સ્ટૉકપાઈલમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. જ્યારે 2019માં ઓઈલ પ્રોડક્શન પૉલિસીને લઈ ઓપેક, રશિયા અને અન્ય ઉત્પાદક દેશ આગામી અઠવાડિયે વિયનામાં ચર્ચા માટે મુલાકાત કરશે.

ઓઈલની કિંમતોમાં સ્થિરતા આવશે

ઓઈલની કિંમતોમાં સ્થિરતા આવશે

ન્યૂયોર્કમાં ફ્યૂચર્સમાં 1.8 ટકાનો કડાકો અને ક્રૂડ ઓઈલ 49.51 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું છે. અગાઉ ઓક્ટોબર 2017ના શરૂઆતના દિવસોથી આવું જોવા મળ્યું હતું, જ્યારે પ્રતિ ડૉલર ઓઈલની કિંમતો સૌથી ઓછી જોવા મળી હતી. રશિયાનું માનવું છે કે 60 ડૉલર પ્રતિ બેરલ જો ક્રૂડ ઓઈલના ભાવમાં માર્કેટ રહે છે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલની કિંમતોમાં સ્થિરતા રહી શકે છે.

ભારતને થશે આ ફાયદો

ભારતને થશે આ ફાયદો

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઓઈલ કિંમતોમાં 10 ડૉલર પ્રતિ બેરલનો ઘટાડાનો અર્થ છે તેલની આયાત કરતા દેશોની જીડીપીમાં 0.5 ટકાથી 0.7 ટકાનો વધારો થવો, જેનાથી ભારતની અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશે અને દેશનો વિકાસ દર વધી જશે. આ ઉપરાંત મોંઘવારી ઘટશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X