For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાતોરાત આ ભારતીય કરોડપતિ બની ગયો, જીત્યો 28 કરોડ રૂપિયાનું ઇનામ

એવું કહેવામાં આવે છે કે 'જબ ઉપરવાલા દેતા હે તો છપ્પડ ફાડ કર દેતા હે'. જે વ્યક્તિ કાલ સુધી સામાન્ય જીવન જીવતો હતો તે રાતોરાત કરોડપતિ બની ગયો.

|
Google Oneindia Gujarati News

એવું કહેવામાં આવે છે કે 'જબ ઉપરવાલા દેતા હે તો છપ્પડ ફાડ કર દેતા હે'. જે વ્યક્તિ કાલ સુધી સામાન્ય જીવન જીવતો હતો તે રાતોરાત કરોડપતિ બની ગયો. આ વાર્તા નથી પરંતુ સત્ય છે. UAE (અબુ ધાબી) માં રહેતા ભારતીયની કિસ્મત એક લોટરીએ ખોલી નાખી. અબુ ધાબીના શારજાહમાં રહેતો શોજીત રાતોરાત 28 કરોડ રૂપિયાનો માલિક બન્યો.

આ પણ વાંચો: કરોડપતિ નીકળ્યો ઓટો ડ્રાઇવર, 2 કરોડનો બંગલો અને બીજી ઘણું

રાતોરાત બન્યો કરોડપતિ

રાતોરાત બન્યો કરોડપતિ

અબુ ધાબીમાં રહેતા શોજીત માટે તે સમયે ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેની 28 લાખની લોટરી લાગી ગઈ. મૂળ રૂપથી ભારતમાં રહેનારા શોજીતએ 1 એપ્રિલે એક લોટરી ટિકિટ ખરીદી હતી. ગલ્ફ ન્યુઝના જણાવ્યા પ્રમાણે, શોજીતએ આ ટિકિટ ઑનલાઇન ખરીદી હતી. એક મહિનો પસાર થયા પછી, તેમણે આશા છોડી દીધી હતી, પરંતુ તેમની કિસ્મત બદલવાની હતી. શોજીતને ઇનામ જીતવા વિશે કોઈ જાણકારી ન હતી.

28 કરોડનો માલિક

28 કરોડનો માલિક

શોજીતે આશા છોડી દીધી હતી, પરંતુ લોટરી ચલાવતી કંપનીઓએ વારંવાર તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. શોજીતને એવો કોઈ ખ્યાલ ન હતો કે તે ફોન શા માટે આવી રહ્યા છે અને તે ફોન કાપી નાખતો હતો. દર મહિને ચાલતી આ લોટરીનું આયોજન કરનારી કંપનીએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ છોડ્યો ન હતો. દર મહિને અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ પ્રકારની લોટરીનું આયોજન કરવામાં આવે છે. કંપનીએ 'ખલીજ ટાઇમ્સને' કહ્યું કે જો શોજીત ફોન ન ઉપાડતા તો તેઓ તેમના ઘરે પહોંચવાનો પ્રયત્ન કરતા, અને તેમનું ઇનામ તેમના સુધી પહોંચાડવામાં આવતું.

બે ટિકિટો પર એક ટિકિટ ફ્રી ની ઓફર

બે ટિકિટો પર એક ટિકિટ ફ્રી ની ઓફર

રિપોર્ટ અનુસાર, શોજીતે ટિકિટ નંબર 030510 ખરીદ્યો હતો. બે ટિકિટો સાથે એક ટિકિટ મફતમાં મળી હતી. આ લોટરી ઇનામની કિંમત 1.5 કરોડ દિરહમ (લગભગ 28 કરોડ રૂપિયા) હતી. જ્યારે લોટરી કંપનીએ તેમને તેના વિશે કહ્યું, ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો.

English summary
An Indian has won a whopping Rs 28 Crore jackpot in the UAE
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X