ફરી મોંઘું થયું પેટ્રોલ, જાણો અમદાવાદમાં શું છે કિંમત

ફરી મોંઘું થયું પેટ્રોલ, જાણો અમદાવાદમાં શું છે કિંમત

અમદાવાદઃ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ફરી 9 પૈસાનો વધારો નોંધાયો છે. ગુરુવારે પણ પેટ્રોલના બાવમાં 7 પૈસાનો વધારો નોંધાયો હતો. આ વધારા બાદ અમદાવાદમાં લીટર દીઠ પેટ્રોલના ભાવ 79.28 રૂપિયાની સપાટી પર પહોંચી ગયા છે જ્યારે ડીઝલ 79.28 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસથી ડીઝલના ભાવમાં કોઈ વધારો-ઘટાડો નોંધાયો નથી.

petrol price in ahmedabad

દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવ
દિલ્હીની વાત કરીએ તો 10 પૈસાના વધારા બાદ પેટ્રોલ 82.32 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલમાં કોઈ વધારો નથી થયો, ડીઝલ 83.87 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં 9 પૈસાના વધારા સાથે પેટ્રોલની કિંમતો 89.69 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ 78.42 રૂપિયાની સપાટી પર યથાવત છે. બુધવારે દેશના ચાર મહાનગરોમાં તેલની કિંમતોમાં ધરખમ વધારો થયો હતો. પરંતુ આજે ફરી એકવાર પેટ્રોલના મારે લોકોની તકલીફો વધારી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જેવી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને નાગરિકો પણ વિરોધ કરી રહ્યા છે. આ વાતને લઈને સરકાર પણ દબાવમાં છે. બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના વધા ભાવને પગલે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ થઈ હતી. અરજીમાં સરકાર પાસે એ રેકોર્ડ રજૂ કરવાની માગણી કરવામાં આવી છે જેના આધારે ઓઈલ કંપનીઓ દ્વારા ઈંધણના ભાવ રોજ નક્કી કરવામાં આવે.

આ પણ વાંચો- ખેડૂતોના અકસ્માતે મોત પર ગુજરાત સરકાર આપશે બે લાખની સહાય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X