એકવાર ફરીથી ATM ની બહાર લાંબી કતાર, શું રોકડની તંગી છે કારણ?
દેશ સતત ડિજિટાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે. નોટબંધી પછી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં વધારો થયો છે, હજુ પણ કરોડો લોકો એવા છે જે હજુ પણ કેશનો ઉપયોગ કરે છે.
દેશ સતત ડિજિટાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે. નોટબંધી પછી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં વધારો થયો છે, હજુ પણ કરોડો લોકો એવા છે જે હજુ પણ કેશનો ઉપયોગ કરે છે. કેશ ઉપાડવા માટે, મોટાભાગના લોકો બેંકની જગ્યાએ એટીએમ સુવિધાને પસંદ કરે છે. જ્યારે લોકો રોકડ માટે એટીએમ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે દેશમાં એટીએમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.
આ પણ વાંચો: 8 દિવસ બેંક બંધ રહેશે, જાણો બેંકોની રજાઓ કયા કયા દિવસે છે

એટીએમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે
દેશમાં એટીએમ મશીનોની સંખ્યા સતત ઘટી રહી છે. આરબીઆઇના તાજેતરના આંકડા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં અનેક એટીએમ બંધ કરવામાં આવ્યા છે. એટીએમ મશીનોની સંખ્યામાં ઘટાડો થવાથી લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લોકોને એટીએમમાંથી રોકડ મેળવવા માટે લાંબી કતારમાં ઉભું રહેવું પડે છે.

શું કહે છે આંકડા
તાજેતરની એ રિપોર્ટ અનુસાર, 14 જૂન સુધીમાં, એટીએમમાંથી 22.19 લાખ કરોડ રૂપિયાની રોકડ ઉપાડવામાં આવી, જે અગાઉના વર્ષ કરતાં 13 ટકા વધારે છે. એપ્રિલ 2017 માં, રકમ 14.17 લાખ કરોડ હતી. હાલમાં દેશમાં કુલ 88 મિલિયન ડેબિટ કાર્ડ્સ જારી કરવામાં આવ્યા છે, ડેબિટ કાર્ડનો માસિક ઉપાડ 80.9 કરોડ રૂપિયા છે. છેલ્લાં બે વર્ષમાં દેશમાં આશરે 597 એટીએમ ઓછા થઇ ગયા છે. આરબીઆઇના જણાવ્યા મુજબ, 2017 ના અંતે, એટીએમ મશીનોની સંખ્યા 2,22,300 હતી, જે 31 માર્ચ 2019 સુધી ઘટીને 2,21,703 રહી ગઈ છે.

આ શહેરોમાં વધ્યો ઉપયોગ
14 જૂન, 2019 સુધી 22.19 લાખ કરોડનું રોકડ ચલણમાં હતું. રિપોર્ટ અનુસાર, ઓછી ભાડાકીય ટીયર -2 અને ટીયર -3 શહેરોમાં એટીએમના ઉપયોગમાં વધારો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એટીએમના ઉપયોગમાં વધારા માટેના અન્ય કારણ પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાઓનું ખૂલવું છે. આ ખાતાઓ ત્રણ વર્ષ પહેલાં ખોલવામાં આવ્યા હતા, જેમાં હવે પૈસા આવી રહ્યા છે. આના કારણે, આ એકાઉન્ટ્સમાંથી નાણાં ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ વધ્યો છે.












Click it and Unblock the Notifications
