Jioનો વધુ એક ધમાકો, માત્ર 125 રૂપિયામાં મળશે ફ્રી કોલિંગ સાથે 14GB ડેટા

Jioનો વધુ એક ધમાકો, માત્ર 125 રૂપિયામાં મળશે ફ્રી કોલિંગ સાથે 14GB ડેટા

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ ફરી એકવાર ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે સસ્તો અને શ્રેષ્ઠ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની ખાસિયત તેની ફ્રી કોલિંગ સુવિધા છે. જ્યારે આ પ્લાનને બહુ ઓછી કિંમતે ઉતારવામાં આવ્યો છે. જિયોએ માત્ર 125 રૂપિયામાં આ પ્લાન રજૂ કર્યો છે, જેમાં યૂઝર્સને ફ્રી કૉલિંગની સાથોસાથ 14જીબી ડેટાની ઑફર પણ રજૂ કરવામાં આવી છે.

રિલાયન્સ જિયોની ધમાકેદાર ઑફર

રિલાયન્સ જિયોની ધમાકેદાર ઑફર

Reliance Jio 125 Rupee Plan દ્વારા જિયોએ પોતાના યૂઝર્સ માટે સસ્તા પ્લાનની યાદીમાં વધુ એક પ્લાન ઉમેરી દીધો છે. 125 રૂપિયાવાળા પ્લાન દ્વારા કંપનીએ જિયો ફોન યૂઝર્સને ભેટ આપી છે. માત્ર 125 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સને ડેટા અને ફ્રી કોલિંગના ફાયદા મળી રહ્યા છે.

125 વાળા આ પ્લાનમાં શું ખાસ છે

125 વાળા આ પ્લાનમાં શું ખાસ છે

આ પ્લાન ખાસ કરીને જિયો ફોન યૂઝર્સ માટે રજૂ કરવામાં આવ્યો છે. કંપનીએ પોતાના JioPhone યૂઝર્સ માટે 125 રૂપિયાવાળો સસ્તો પ્લાન રજૂ કર્યો છે. પ્લાનમાં ફ્રી કૉલિંગની સાથોસાથ ડેટાની પણ ભરમાર મળે છે. જિયોની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ 125 રૂપિયાવાળા આ પ્લાનમાં ફ્રી કૉલિંગની સાથોસાથ કેટલાય ફાયદા મળી રહ્યા છે. આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. જ્યારે 14 જીબી ડેટાની ઑફર મળે છે. આ ઉપરાંત પ્લાનમાં ટોટલ 300 ફ્રી એસએમએસની સુવિધા પણ મળે છે.

જિયો ટૂ જિયો ફ્રી કૉલિંગ

જિયો ટૂ જિયો ફ્રી કૉલિંગ

આ પ્લાનમાં જિયો ટૂ જિયો કૉલિંગ બિલકુલ ફ્રી છે. જ્યારે બીજા નેટવર્ક પર વાત કરવા માટે તેમને 500 મિનિટ આપવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે પ્લાન માત્ર જિયો ફોન પર જ કામ કરશે. જ્યારે જિયો યૂઝર્સને જિયો એપ્સનું એક્સેસ મફત મળશે. આમાં જિયોની મ્યૂઝિક, મૂવીથી લઈ કેટલીય એપ્સ સામેલ છે.

Jioનો આ પ્લાન પણ લોકપ્રિય

Jioનો આ પ્લાન પણ લોકપ્રિય

જિયોએ બજેટ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને માત્ર 98 રૂપિયામાં અનલિમિટેડ કૉલિંગની સાથોસાથ 2જીબી ડેટા ઑફર મળી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. જ્યારે બજેટ પ્લાન માટે તમને માત્ર 98 રૂપિયામાં 28 દિવસ માટે 2જીબી ડેટાનો લાભ મળે છે.

રિલાયન્સ જિયો બન્યું નંબર 1

રિલાયન્સ જિયો બન્યું નંબર 1

રિલાયન્સ જિયોએ પોતાના ફ્રી અને સસ્તા પ્લાનના બળ પર યૂઝર્સ વચ્ચે દબદબો બનાવી લીધો છે. જેના પરિણામ સ્વરૂપ 3 વર્ષ બાદ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી દૂરસંચાર કંપની બની ગઈ છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) દ્વારા નવેમ્બર 2019 માટે જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ Reliance Jio નંબર વન ટેલિકોમ કંપની બની ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X