For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'One Nation One Mobility Card' કેવી રીતે ભરશો ફૉર્મ, જાણો તેના ફાયદા અને વિગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લી મેટ્રો એરપોર્ટ સર્વિસ લાઈન માટે મહત્વાકાંક્ષી નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ (NCMC) સેવા શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ One Nation One Mobility Card: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લી મેટ્રો એરપોર્ટ સર્વિસ લાઈન માટે મહત્વાકાંક્ષી નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ (NCMC) સેવા શરૂ કરી દીધી છે. આ પ્રધાનમંત્રીની વન નેશન વન કાર્ડ પહેલનો જ હિસ્સો છે. એનસીએમસીનો ઉપયોગ લોકો પેમેન્ટ કરવા માટે કરી શકશે. એનસીએમસીનો વિચાર રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(આરબીઆઈ) તરફથી બનાવવામાં આવેલી નંદન નિલેકણિ કમિટીએ આપ્યો હતો. યુનિક આઈડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા(યુઆઈએઆઈ)ના પૂર્વ અધ્યક્ષ નિલેકણિના નેતૃત્વમાં આ પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી.

card

આ કમિટીએ સરકાર તરફથી નાગરિકોને બધા પ્રકારની ચૂકવણી ડિજિટલ માધ્યમથી કરવા સહિત દેશમાં ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા સહિત ઘણા સૂચન આપ્યા હતા. એનસીએમસી રૂપે ડેબિટ કાર્ડ ધારક મેટ્રોમાં સફર કરી શકે છે. શરત એ છે કે આ કાર્ડ છેલ્લા 18 મહિનાાં એસબીઆઈ, યુકો બેંક, પંજાબ નેશનલ બેંક જેવી બેંકોમાંથી જારી કરવામાં આવ્યુ હોય. એનસીએમસી એક રીતની ઑટોમેટિક ભાડા કલેક્શન સિસ્ટમ છે જેનાથી સ્માર્ટફોન એક ઈન્ટર-ઑપરેબલ ટ્રાન્સપોર્ટ કાર્ડમાં પરિવર્તિત થઈ જશે જેના માધ્યમથી મેટ્રો, બસ અને ઉપનગરીય રેલવે સેવાઓ માટે ચૂકવણી કરી શકાય છે.

આ સેવાથી દિલ્લી મેટ્રોના 400 કિમી સ્ટ્રેચ એરિયાને કવર કરવાની આશા છે. જેનાથી સ્માર્ટફોનના માધ્યમથી જ મેટ્રોમાં પ્રવેશ અને નિકાસ સંભવ થઈ શકશે. આ સિસ્ટમને ઑટોમેટિક ભાડા કલેક્શન(એએફસી) સિસ્ટમ કહેવામાં આવે છે. દિલ્લી મેટ્રોના આગામી ફેઝ-5 પ્રોજેક્ટ હેઠળ એએફસી સિસ્ટમ સંપૂર્ણપણે એનસીએમસીને સ્વીકારી લેશે જેનાથી આનો ઉપયોગ દેશના કોઈ પણ શહેરમાં કરી શકાય છે. મેટ્રો સ્ટેશનો પર એએફસી સ્વદેશી ગેટ બનાવવા માટે સરકારે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડની મદદ લીધી છે. બધા મેટ્રો સ્ટેશનોને એએફસી ગેટથી સુસજ્જિત કરવામાં આવશે. નિલેકણિ કમિટીએ એ પણ સૂચના આપ્યા છે કે એનસીએમસીમાં બે પ્રકારના ઈન્સ્ટ્રૂમેન્ટ હોય - એક તો નિયમિત કાર્ડ જેનો ઉપયોગ એટીએમમાં થઈ શકે અને બીજો લોકલ વૉલેટ જેને કૉન્ટેક્ટલેસ ચૂકવણી તરીકે ઉપયોગ કરી શકાય. નાણાકીય સેવાઓના વિભાગ દ્વારા બેંકોની સેવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પોતાના ડેબિટ કાર્ડ એનસીએમસીને અનુરૂપ બનાવવા માટે કહેવામાં આવ્યુ છે.

કેવી રીતે લેશો એનસીએમસી કાર્ડ

આના માટે દેશની ઘણી ખાનગી અને સરકારી બેંક એવા ડેબિટ કાર્ડ જારી કરી રહી છે જેમાં એનસીએમસી ફીચર છે. જો તમે પણ એનસીએમસી કાર્ડ બનાવવા માંગતા હોય તો તમે માત્ર એ બેંકમાં આના માટે સંપર્ક કરો, જ્યાં તમારુ અકાઉન્ટ હોય. હાલમાં આ સેવા 25 બેંકોમાં ઉપલબ્ધ છે. આ રીતના કાર્ડને ઉપયોગ કરવા માટે લોકોને પ્રેરિત કરવા હેતુ કેશબેક જેવી ઑફર પણ આપવામાં આવી રહી છે.

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, UKથી આવેલ 6 સંક્રમિતભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, UKથી આવેલ 6 સંક્રમિત

English summary
One Nation One Mobility Card: Know the whole processs of registration, How to apply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X