30 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે અનોખા કેમેરાવાળો સ્માર્ટફોન

Posted By:
Subscribe to Oneindia News

વિશ્વનો પહેલો સ્વ્રિલ કેમેરાવાળો સ્માર્ટફોન ઓપો 30 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ચાયનીઝ કંપની ઓપોનો એન 1 સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ ડિઝાઇન સાથે સ્વ્રિલ કેમેરાની ખુબી છે, જેની મદદથી તમે એક જ કેમેરાના ફ્રન્ટ અને રિયર બન્ને કેમેરાની જેમ ઉપયોગ કરી શકો છો. ઓપો એન 1માં 13 મેગા પિક્સલનો કેમેરા લાગેલો છે, જેને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે.

કેમેરા સાથે ડ્યુએલ લિડ ફ્લેશ લાઇટ પણ લાગેલી છે. તેમાં તમે તમારી પોતાની તસવીર સારી ક્વોલિટી સાથે લઇ શકે છે. ઓપો અનુસાર કેમેરાને 100000 ફેરવી શકાય છે, એટલે કે તમે 7 વર્ષ સુધી કેમેરાને દરરોજ 40 વાર ફેરવો તો પણ તેમાં કોઇ ખરાબી નહીં આવે. આ ઉપરાંત તેમાં 69 સેકન્ડ સુધી એક્સપોઝર આપવાની સુવિધા છે.

તો ચાલો તસવીરો થકી જાણીએ ઓપો એન 1માં આપવામાં આવેલા ફિચરોને.

કેમેરા

કેમેરા

ચાઇનીઝ કંપની ઓપો એન 1 સ્માર્ટફોનમાં શાનદાર ડિઝાઇન સાથે સ્વ્રિલ કેમેરાની ખુબી છે, જેની મદદથી તમે એક જ કેમેરાને ફ્રન્ટ અને રિયર બન્ને કેમેરાની જેમ પ્રયોગ કરી શકો છો.

180 ડિગ્રી રોટેશન

180 ડિગ્રી રોટેશન

ઓપો એન 1માં 13 મેગા પિક્સલનો કેમેરા લાગેલો છે, જેને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે.

પ્રોસેસર

પ્રોસેસર

ફોનમાં 1.7 ગીગાહર્ટ્ઝનું ક્વોલકોમ સ્નૈપડ્રેગન 600 ક્વોડ કોર પ્રોસેસર લાગેલો છે.

ઓ ક્લિક

ઓ ક્લિક

ફોનમાં ઓ ક્લિકની મદદથી તમે દૂરથી પણ ફોન દ્વારા ફોટો ખેંચી શકો છો.

સ્ક્રીન

સ્ક્રીન

એન 1માં 5.9 ઇન્ચનો ડિસપ્લે આપવામાં આવ્યો છે, જે 1920 x 1080 રિઝોલ્યુશન સપોર્ટ કરે છે.

ઇન્ટરનલ મેમરી

ઇન્ટરનલ મેમરી

ઇન્ટરનલ સ્ટોરેજના મામલે ઓપો એન 1માં બે 16 જીબી અને 32 જીબી મેમરી ઓપ્શન આપવામાં આવ્યા છે.

English summary
oppo n1 arrives india on january 30 news

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.