PAN Card Rules Change 2026: એપ્રિલથી બદલાઈ જશે PAN કાર્ડ સાથે જોડાયેલા આ મોટા નિયમો, તમારા જીવનમાં શું બદલાશે?
Pan Rules Change 2026: જો તમે બેંકમાં રોકડ જમા કરવા કે ઉપાડવા માટે PAN કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા કામના છે. નવા ઇનકમ ટેક્સ ડ્રાફ્ટ 2026 (New Income Tax Draft 2026) હેઠળ, જો તમે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, હોટલ કે ઇવેન્ટમાં પેમેન્ટ કરતા હોવ અથવા ઇન્શ્યોરન્સ પોલિસી લેતા હોવ, તો આગામી સમયમાં આ અંગે ઘણા ફેરફારો આવી શકે છે.

સરકારનો સ્પષ્ટ હેતુ નાના અને રોજિંદા વ્યવહારોમાં લોકોને રાહત આપવાનો છે, જ્યારે મોટા નાણાકીય વ્યવહારો પર કડક નજર રાખવાનો છે. ચાલો, સરળ ભાષામાં સમજીએ કે આ નવા નિયમોથી તમારા જીવનમાં શું ફેરફાર આવશે.
New Draft Income Tax How Impact Daily Life: તમારી જિંદગીમાં શું ફેરફાર થશે?
કેન્દ્ર સરકારે નવા ઇનકમ ટેક્સ રૂલ્સ 2026નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જેમાં PAN કાર્ડ સંબંધિત નિયમોને સરળ અને વ્યવહારુ બનાવવાની તૈયારી છે. આ નિયમો નવા ઇનકમ ટેક્સ એક્ટ 2025 સાથે જોડાયેલા છે અને તેને 1 એપ્રિલ 2026થી લાગુ કરવાનો પ્રસ્તાવ છે.
1. બેંકમાં રોકડ જમા અને ઉપાડ: હવે વાર્ષિક લિમિટ જોવામાં આવશે
ડ્રાફ્ટ નિયમો મુજબ, હવે બેંકમાં કેશ જમા કરાવવા કે ઉપાડવા માટે રોજ-રોજ પાન કાર્ડ બતાવવાની જરૂર નહીં પડે. PAN કાર્ડ ત્યારે જ આપવું પડશે જ્યારે કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં તેના એક અથવા વધુ બેંક ખાતાઓમાંથી કુલ 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરે અથવા ઉપાડે.
હાલનો નિયમ એવો છે કે એક જ દિવસમાં 50 હજારથી વધુ કેશ જમા કરવા પર પાન કાર્ડ અનિવાર્ય છે. નવો નિયમ ડેઇલી લિમિટને બદલે આખા વર્ષના કુલ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
2. ઇન્શ્યોરન્સ લેનારાઓ માટે અપડેટ
નવા નિયમો અનુસાર, જ્યારે પણ કોઈ વ્યક્તિ વીમા કંપની સાથે ખાતા આધારિત સંબંધ શરૂ કરશે, ત્યારે PAN કાર્ડ આપવું ફરજિયાત રહેશે. હાલમાં, જ્યારે લાઈફ ઇન્શ્યોરન્સનું વાર્ષિક પ્રીમિયમ 50 હજારથી વધુ હોય ત્યારે જ પાન કાર્ડ માંગવામાં આવે છે.
3. ગાડી ખરીદવા પર કોને રાહત મળશે?
વાહન ખરીદનારાઓ માટે આ ફેરફાર રાહતજનક છે. ડ્રાફ્ટ મુજબ, હવે PAN કાર્ડ ત્યારે જ આપવું પડશે જ્યારે કાર કે બાઇકની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ હશે. અત્યાર સુધી ગમે તેટલી કિંમતની ગાડી ખરીદવા પર પાન કાર્ડ જરૂરી હતું.
4. પ્રોપર્ટી ડીલમાં PAN ની મર્યાદા વધી
ઘર, પ્લોટ કે ફ્લેટની ખરીદ-વેચાણ માટે હવે 20 લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટી ડીલ પર જ PAN કાર્ડ આપવું પડશે. અત્યાર સુધી આ મર્યાદા 10 લાખ રૂપિયા હતી.
5. હોટેલ, લગ્ન અને ઇવેન્ટ પેમેન્ટ પર નવા નિયમો
જો તમે હોટલ, રેસ્ટોરન્ટ કે ઇવેન્ટ મેનેજરને પેમેન્ટ કરો છો, તો હવે બિલની રકમ 1 લાખ રૂપિયાથી વધુ હશે ત્યારે જ PAN આપવું પડશે. અત્યારે આ મર્યાદા 50 હજાર રૂપિયા છે.
New Income Draft 2026: નોકરીયાત લોકો અને ડિજિટલ પેમેન્ટ માટે શું બદલાશે?
- સેલેરી અને બેનિફિટ્સ: એમ્પ્લોયર દ્વારા મળતા કેટલાક લાભોની વેલ્યુ લિમિટ વધારવાનું સૂચન છે, જેનાથી કર્મચારીઓને ટેક્સમાં રાહત મળી શકે છે.
- ક્રિપ્ટો અને ડિજિટલ રૂપિયો: સરકાર ક્રિપ્ટો એક્સચેન્જો પાસેથી ટ્રાન્ઝેક્શનની વિગતો માંગશે. સાથે જ, ડિજિટલ રૂપિયા (CBDC) ને કાયદેસરના ઇલેક્ટ્રોનિક પેમેન્ટનો દરજ્જો આપવાની વાત કહેવામાં આવી છે.
Pan Rules Change 2026: આ નિયમો ક્યારે લાગુ થશે?
CBDT એ આ ડ્રાફ્ટ નિયમો જનતાના અભિપ્રાય માટે જાહેર કર્યા છે. તમામ સૂચનો પર ચર્ચા કર્યા બાદ માર્ચ 2026 સુધીમાં તેને અંતિમ રૂપ આપવામાં આવશે. નવો ઇનકમ ટેક્સ એક્ટ અને તેના નિયમો 1 એપ્રિલ 2026 થી લાગુ થવાની પૂરી સંભાવના છે.












Click it and Unblock the Notifications
