પાર્થસારથી શોમ નાણા પ્રધાનના સલાહકાર તરીકે નિમાયા

સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "પાર્થસારથી શોમને નાણા પ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને રાજ્યમંત્રી કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનો કાર્યકાળ વર્તમાન નાણા પ્રધાનના કાર્યકાળ સુધી હશે."
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને શામને ગત જુલાઇમાં સામાન કર પરિવર્જન રોધી નિયમ (ગાર) પર પુનર્વિચાર કરવા માટે બનાવવામાં આવેલી વિશેષજ્ઞ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.
આ સમિતિએ સપ્ટેમ્બર, 2012માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં ગારનું અમલીકરણ ત્રણ વર્ષ પછી એટલે કે એપ્રિલ 2016થી લાગુ કરવા ભલામણ કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અંતિમ અહેવાલ સરકારને ઑક્ટોબરમાં સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે શોમ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલા રહ્યા છે.












Click it and Unblock the Notifications
